News Updates
BUSINESS

વોડાફોન 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવશે, કંપનીના CEOએ જણાવ્યો પ્લાનક

Spread the love

કંપનીએ જણાવ્યું હતું કે કમાણીમાં ઘટાડો જર્મનીમાં ઊંચ્ચ ઊર્જા ખર્ચ અને વ્યાપારી અંડરપર્ફોર્મન્સને કારણે થયો છે. કંપનીએ કહ્યું કે આવતા વર્ષે આવકમાં વધુ ઘટાડો થવાની ધારણા છે, જે ઘટીને 13.3 બિલિયન યુરો થઈ શકે છે.

એક મોટી જાહેરાત કરતા, વિશ્વની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક વોડાફોને 11,000 કર્મચારીઓની છટણી કરવાનું કહ્યું છે. કંપનીના સીઈઓ માર્ગેરિટા ડેલા વાલેએ કહ્યું કે કંપનીમાં ધરખમ ફેરફારોની જરૂર છે. પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા બાદ કંપની દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સીઈઓએ કહ્યું કે કંપનીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આવી સ્થિતિમાં કંપનીમાં ઘણા બદલાવની જરૂરિયાત અનુભવાઈ રહી છે. હાલમાં સમગ્ર વિશ્વમાં 1,04,000 કર્મચારીઓ છે. કંપનીમાંથી કર્મચારીઓની પ્રક્રિયા 3 વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે.

વોડાફોનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કંપનીની કમાણી 1.3 ટકા એટલે કે 14.7 અબજ યુરો પર રહી છે. જે મૂળભૂત રીતે 15-15.5 બિલિયનથી ઓછું છે. કંપનીએ જણાવ્યું હતું કે કમાણીમાં ઘટાડો જર્મનીમાં ઊંચા ઊર્જા ખર્ચ અને વ્યાપારી અંડરપર્ફોર્મન્સને કારણે થયો છે. કંપનીએ કહ્યું કે આવતા વર્ષે આવકમાં વધુ ઘટાડો થવાની ધારણા છે, જે ઘટીને 13.3 બિલિયન યુરો થઈ શકે છે.

શું ભારતમાં પણ અસર પડશે?

વોડાફોન ભારતમાં આઈડિયા સાથે મળીને કામ કરી રહ્યું છે. અહીં પણ કંપની ખોટમાં છે. જો કે, બિરલા ગ્રૂપે ફરીથી આ સંયુક્ત સાહસને મજબૂત બનાવવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ દેવાના બોજ હેઠળ દબાયેલી વોડાફોન આઈડિયાનો રસ્તો સરળ નથી. વોડાફોન દ્વારા લેવામાં આવેલા નિર્ણયની અસર ભારતમાં પણ જોવા મળી શકે છે અને છટણી પણ અહીં જોવા મળી શકે છે. બિરલા ગ્રૂપની સહમતિ બાદ જ આ અંગે નિર્ણય લઈ શકાશે.

કંપનીના શેર ફ્લેટ

વોડાફોને મોટી છટણીની જાહેરાત કરી છે. બાય ધ વે, કંપનીના સ્ટોકમાં કોઇ ખાસ ગતિવીધી દેખાઈ રહી નથી છે. યુકે સ્થિત કંપનીનો સ્ટોક 15મી મેના રોજ 90.16 GBX પર બંધ થયો હતો. GBX એ પાઉન્ડનો સોમો ભાગ છે. તે જ સમયે, ભારતમાં વોડાફોન આઈડિયાના શેરમાં દોઢ ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે અને કંપનીનો શેર 7.21 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.


Spread the love

Related posts

ફેબ્રુઆરી-24માં દેશભરમાં​​​​​​​ ગાડીઓનું વેચાણ 20.29 લાખ:વાર્ષિક ધોરણે વેચાણમાં 13.07%નો વધારો થયો, પરંતુ જાન્યુઆરીની સરખામણીમાં 4.61% ઓછી ગાડીઓ વેચાઈ

Team News Updates

1 લાખના 8 લાખ થયા:કિલબર્ન એન્જીનિયરિંગ લિમિટેડના શેર 12 થી 106 રૂપિયા પહોંચ્યા, 3 વર્ષમાં રોકાણકારોને 745% વળતર આપ્યું

Team News Updates

શેરબજારમાં તેજી પર ફરી લાગી બ્રેક, આ શેર્સ સસ્તી કિંમતે મળી રહ્યા છે

Team News Updates