News Updates
BUSINESS

12 જૂને ઇંધણના ભાવ:ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

Spread the love

આજે એટલે કે 12 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. દેશના 16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની ઉપર છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે પ્રતિ બેરલ 74 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

પંજાબમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું
પંજાબ સરકારે પેટ્રોલ વેટના દરમાં લગભગ 1.08%નો વધારો કર્યો છે. જેના કારણે પેટ્રોલ 92 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. જ્યારે વેટ દરમાં 1.13% વધારાને કારણે ડીઝલ 90 પૈસા પ્રતિ લિટર મોઘું થયું છે. આ પછી, પેટ્રોલ પર પ્રતિ લિટર કુલ વેટ 14.75% થી વધીને 15.74% અને ડીઝલ પર 14.75% થી વધીને લગભગ 15.88% થઈ ગયો છે. નવી કિંમતો 10 જૂનની મધરાત 12 થી અમલમાં આવી છે.

1 વર્ષથી વધુ સમયથી અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 21 મે, 2022ના રોજ થયો હતો. ત્યારબાદ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 9.5 રૂપિયા અને 7 રૂપિયાનો ઘટાડો થયો છે. જુલાઈ 2022માં મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 5 અને 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.

આગામી દિવસોમાં ભાવ ઘટી શકે છે
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શનિવારે સંકેત આપ્યો હતો કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે ઓઈલ કંપનીઓને થયેલ નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે, તેથી હવે તેઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા અંગે વિચાર કરી શકે છે.

તેમણે કહ્યું કે જો ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહેશે તો કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા અંગે વિચારણા કરવાની સ્થિતિમાં હશે. તેમણે ઉમેર્યું હતું કે જો આ કંપનીઓ આગામી ક્વાર્ટરમાં વધુ સારી કામગીરી બજાવે તો તેઓ ભાવ ઘટાડા અંગે નિર્ણય લઈ શકશે.

16 રાજ્યોમાં પેટ્રોલ 100થી ઉપર
દેશના 16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, તેલંગાણા, પંજાબ, ઝારખંડ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 100 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે. જ્યારે ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડીઝલ પણ 100 રૂપિયાની ઉપર છે.


Spread the love

Related posts

અહીં 5 દિવસ પછી નહીં ચાલે 2000 રૂપિયાની નોટ, આ છે મોટું કારણ

Team News Updates

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરે રોકાણકારોને રડાવ્યા! IPO ના ભાવથી સ્ટોકમાં આવ્યો 17 ટકાનો ઘટાડો

Team News Updates

સેમસંગનો સસ્તો સ્માર્ટફોન Galaxy A05 ભારતમાં લોન્ચ:50MP કેમેરા સાથે 5000mAh પાવરફુલ બેટરી, શરૂઆતની કિંમત 9999 રૂપિયા

Team News Updates