News Updates
AHMEDABAD

રાજ્યમાં 5 દિવસ કુદરત કહેર વર્તાવશે:15-16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 90થી 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

Spread the love

હાલ ગુજરાત પર ‘બિપરજોય’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 12, 13, 14, 15 અને 16 જૂને અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 15-16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને મોરબીમાં અતિ ભારે વરસાદ પડવાની સક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર આવી પડેલી કુદરતી આફતને પહોંચી વળવા તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.

12થી 16 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદની વકી
અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘બિપરજોય’ વાવાઝોડું જેમજેમ આગળ વધી રહ્યું છે, તેમતેમ ગુજરાતનો દરિયો તોફાની બનતો જાય છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસરથી 12થી 16 જૂન વચ્ચે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ ગાળામાં રાજ્યમાં 90થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં શહેરમાં તોફાની પવન ફૂંકાવા અને વીજળી કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને 15મીને ગુરુવારે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આગામી 15 અને 16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદ પડવાની વકી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિ.મી. થવાની સંભાવના રહેલી છે. પોરબંદરના દરિયામાં 30 ફૂટ ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે. આ સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ઝડપમાં વધારો થઈને 135ની ઝડપે પવન ફૂંકાશે.

અમદાવાદમાં 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે
હવામાન વિભાગના આંકડા મુજબ, બિપોરજોય વાવાઝોડાની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી ગગડીને 38.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આગામી ત્રણથી ચાર દિવસ વાદળિયા વાતાવરણ વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાવાઝોડું કચ્છના લખપત વચ્ચે કોઇપણ જગ્યાએ લેન્ડ ફોલ કરશે
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, વાવાઝોડું કચ્છના લખપત વચ્ચે કોઇપણ જગ્યાએ લેન્ડ ફોલ કરશે. જેની અસરથી 13થી 16 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેની અસરોથી અમદાવાદમાં સાઈક્લોનની અસરથી રવિવારે કચ્છના વિવિધ વિસ્તારોમાં ગરમીનો પાર 40થી 42 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. રાજ્યનાં અન્ય શહેરોનાં તાપમાનમાં ઘટાડો થયો હતો. સાઈક્લોન લેન્ડ થયા બાદ 13 જૂનથી અમદાવાદ સહિત ગાંધીનગર, આણંદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્ય વરસાદ પડશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના શહેરોમાં 30થી 50 કિલોમીટરના પવનો ફુંકાવાની સાથે હળવો વરસાદ પડી શકે છે.

આજરોજ આ જિલ્લામાં વરસાદની સંભાવના
સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

13 જૂને આ સ્થળોએ વરસાદ પડી શકે છે
પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની વધારે શક્યતા છે.

14 જૂને આ સ્થળોએ વરસાદ પડી શકે છે
અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે.​​​​​​​

15-16 જૂને આ સ્થળોએ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ
કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ બે દિવસ આ વિસ્તારમાં રેડ એલર્ટ જહેર કરવામાં આવ્યું છે.


Spread the love

Related posts

શિક્ષણલક્ષી બે યોજનાનો CM હસ્તે પ્રારંભ:ધો. 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને રૂ. 50 હજાર, તો ધો. 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેનારને રૂ.25 હજારની સહાય ચૂકવાશે

Team News Updates

વસ્ત્રાપુરમાં ગાંઠિયા રથમાં આરોગ્ય વિભાગની તપાસ, રોગચાળો વધવાની ભીતિએ આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ

Team News Updates

16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી:અમદાવાદના નિકોલમાં દુષ્કર્મનો ભોગ બની હતી, હાલ 27 અઠવાડિયાનો ગર્ભ, અસારવા સિવિલ હોસ્પિટલમાં ગર્ભપાત કરાશે

Team News Updates