News Updates
ENTERTAINMENT

ભારત-પાકની વર્લ્ડ કપ મેચ અમદાવાદમાં રમાશે:ઓપનિંગ મેચ ઇંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ, BCCIએ ICCને શિડ્યૂલ ડ્રાફ્ટ મોકલ્યો

Spread the love

ભારતમાં ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ક્રિકેટનો વન-ડે વર્લ્ડ કપ રમાશે. BCCIએ મેચનો ડ્રાફ્ટ શિડ્યૂલ તૈયાર કરીને ICCને મોકલી દીધો છે. ડ્રાફ્ટ મુજબ ટુર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદથી થશે. ઓપનિંગ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.

ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં 15 ઓક્ટોબરે રમાશે. અમદાવાદમાં 1.32 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

ક્રિકેટ વેબસાઇટ ESPNCRICINFO અનુસાર, ICCએ આ શિડ્યૂલ ડ્રાફ્ટ વર્લ્ડ કપ રમી રહેલી તમામ ટીમને મોકલી આપ્યો છે. તેમનો ફીડબેક લીધા બાદ અંતિમ શિડ્યૂલ આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે.

પાકિસ્તાન તેની લીગ મેચ 5 શહેરોમાં રમશે
પાકિસ્તાનની મેચ ભારતના 5 શહેરોમાં યોજાશે. પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે 20 ઓક્ટોબરે બેંગલુરુમાં, અફઘાનિસ્તાન સામે 23 ઓક્ટોબરે ચેન્નાઈમાં અને 27 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે એ જ શહેરમાં રમશે. તેઓ 31 ઓક્ટોબરે કોલકાતામાં બાંગ્લાદેશ અને 5 નવેમ્બરે બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. છેલ્લી લીગ મેચ 12 નવેમ્બરે કોલકાતામાં ઇંગ્લેન્ડ સામે રમશે.

BCCI શિડ્યૂલમાં મોડું થયું, ટિકિટની માહિતી પણ જાહેર કરવામાં આવી નથી
2015 અને 2019માં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ એક વર્ષ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું. 2023 વર્લ્ડ કપનું શેડ્યૂલ હજી નક્કી થયું નથી. ટુર્નામેન્ટ શરૂ થવામાં 4 મહિનાથી ઓછો સમય બાકી છે. 27 મેના રોજ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે વર્લ્ડ કપનું શિડ્યૂલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન જાહેર કરવામાં આવશે. સમયપત્રકમાં વિલંબને કારણે ICC વર્લ્ડ કપ મેચની ટિકિટોની વિગતો જાહેર કરી શક્યું નથી.

એશિયા કપમાં પાકિસ્તાનના પ્રસ્તાવને સંભવ મંજૂરી, પછી ટીમ વર્લ્ડ કપ રમવા માટે શરતો નહીં મૂકે
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એશિયા કપ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, PCBએ પ્રસ્તાવ મૂક્યો છે કે ભારતની તમામ મેચ શ્રીલંકામાં અને બાકીની મેચ પાકિસ્તાનમાં યોજવી જોઈએ. ACC મંગળવારે એટલે કે 13 જૂને એશિયા કપ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ પછી પાકિસ્તાન માટે ભારતમાં વર્લ્ડ કપ રમવાનો રસ્તો પણ સાફ થઈ જશે.

ACC મેમ્બરે જણાવ્યું કે CEO જ્યોફ એલાર્ડિસ અને ચેરમેન ગ્રેગ બાર્કલે કરાચીમાં PCB ચેરમેન નજમ સેઠીને મળ્યા હતા. આ બેઠકમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમવા માટે કોઈ શરત નહીં મૂકે, કારણ કે એશિયા કપની 4 મેચ તેના દેશમાં જ યોજાશે.


Spread the love

Related posts

ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે કુલ 110 એવોર્ડ જાહેર, ‘ઓમ મંગલન સિંગલમ’ને શ્રેષ્ઠ ફિલ્મ, ‘ફ્કત મહિલાઓ માટે’ને લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ

Team News Updates

ફિલ્મ ‘ક્રેક’નું બીજું ગીત ‘જીના હરામ’ રિલીઝ થયું:વિદ્યુત જામવાલ અને નોરા ફતેહી રોમાન્સ કરતા જોવા મળ્યા, ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

Team News Updates

કૃતિ ખરબંદાની બર્થડે પાર્ટીમાં સેલેબ્સ પહોંચ્યા:પુત્રી અથિયા સાથે જોવા મળ્યો સુનીલ શેટ્ટી, આયુષ શર્મા પત્ની સાથે પહોંચ્યો

Team News Updates