News Updates
GUJARAT

141મી રથયાત્રાની તૈયારી:પાટણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પાદરાનું બેન્ડ અને પાલી રાજસ્થાનના ગજરાજો આકર્ષણ જમાવશે

Spread the love

ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં જગન્નાથ ભક્તો સહિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણના શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળ તેમજ ભક્તો દ્વારા રથયાત્રા ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો ભગવાનના ત્રણેય રથોની પણ આજથી જગન્નાથ મંદિર પરિસર ખાતે સફાઈ કામગીરી અને મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.

સમગ્ર ભારતભરની ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની ઐતિહાસિક નગરી પાટણ શહેર માંથી ભગવાન જગન્નાથજીની તારીખ 20 મી જુનના રોજનીકળનારી 141 મી રથયાત્રા નું સૌ પ્રથમવાર દ્વારકેશ પીઠાધીશ્વર પરમ પૂજ્ય વાગિશ કુમાર બાવા ના સાનિધ્યમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર ધારાસભ્ય બળવંતસિંહ રાજપુત પ્રસ્થાન કરાવશે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સહિત બ્રહ્મ સમાજના આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજી નો રથ જોડાશે.

ભગવાનશ્રી પરશુરામજી ના રથ આગળ જોડાનાર પાટણ જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો સહિતની મહિલાઓ માટે સુરક્ષાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. આ રથયાત્રા મા આકષૅણ નું કેન્દ્ર બની રહેનાર રાજસ્થાન પાલી ના બે ગજરાજ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ હેરત અંગના કરતબો રજૂ કરશે. તો પાદરાના મસહૂર બેન્ડ દ્વારા રથયાત્રા ના માર્ગો પર ભક્તિ સંગીતના સૂરો રેલાનાર હોવાનું જગન્નાથ રથયાત્રા સમિતિના કન્વીનર અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.


Spread the love

Related posts

રાજકોટની સોનીબજારમાંથી પકડાયું આતંકી મોડ્યૂલ:બંગાળના 3 શખસ અલકાયદાનો પ્રચાર કરતા, ગુજરાત ATSના 3 અધિકારીએ વેશ પલટો કરી ત્રણેયને ઝડપ્યા

Team News Updates

અમેરિકામાં હિટ એન્ડ રન, ગુજરાતી યુવકનું મોત:’પપ્પા… અહીં મજા આવે છે, તમે પણ આવો ને’, પિતા સાથે ફોન પર વાત કરી રહેલા દર્શિલ પર એક પછી એક 14 ગાડી ફરી વળી

Team News Updates

ફાસ્ટેગ અને ટોલ પ્લાઝા બંધ કરશે સરકાર, તમામ કામ સેટેલાઈટથી થશે, જાણો કેવી રીતે ટોલ સિસ્ટમ કામ કરશે ?

Team News Updates