News Updates
ENTERTAINMENT

ફિલ્મના એક સીન માટે રકુલ 14 કલાક પાણીમાં રહી:પાણીમાં રહેલા ક્લેરિનથી એક્ટ્રેસની આંખો બળવા લાગી, ક્રૂ મેમ્બર્સ ગરમ પાણી રેડતા હતા

Spread the love

અભિનેત્રી રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ ‘આઈ લવ યુ’ છે. ફિલ્મમાં રકુલનો અઢી મિનિટનો અંડરવોટર સીન છે. એક ઈન્ટરવ્યુમાં રકુલે જણાવ્યું હતું કે અઢી મિનિટના આ સીનને શૂટ કરવા માટે તેને લગભગ 14 કલાક પાણીમાં રહેવું પડ્યું હતું.

રકુલે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મારે આ ફિલ્મ માટે અંડરવોટર સિક્વન્સ શૂટ કરવાની હતી. આ માટે મને અઝહાન નામના સ્કુબા ઇન્સ્ટ્રક્ટર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તેણે મને બે મહિના સુધી અઢી મિનિટ પાણીની અંદર શ્વાસ રોકી રાખવાનું શીખવ્યું. આ સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે હું બપોરે 2 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પાણીમાં હતી’.

આ મારી મર્યાદા વધારવાની મારી તક હતી
અભિનેત્રીએ આગળ કહ્યું, ‘મારા માટે આ સૌથી મોટો પડકાર હતો. હું આખો દિવસ ઠંડા પાણીમાં ઉભી રહી. પાણી ખૂબ ઠંડુ હતું, તેમ છતાં ક્રૂ મેમ્બર્સ મને ઠંડી ન લાગે તે માટે સતત મારા પર ગરમ પાણી રેડતા હતા.

આ ફિલ્મ 16 જૂને રિલીઝ થશે
નિખિલ મહાજન દ્વારા નિર્દેશિત ‘આઈ લવ યુ’ 16 જૂને જિયો સિનેમા પર રિલીઝ થશે. આમાં રકુલ ઉપરાંત પાવેલ ગુલાટી અને અક્ષય ઓબેરોય જોવા મળશે.


Spread the love

Related posts

નૈનીતાલ અને મસૂરીને ભૂલી જશો, ઉત્તરાખંડમાં આ ઓફબીટ હીલ સ્ટેશનની મુલાકાત લો

Team News Updates

માત્ર સૂરજ પંચોલી જ નહીં, આ એક્ટર્સનું કરિયર કોર્ટ કચેરીના કારણે બરબાદ થયું, 2 અભિનેત્રીઓ પણ સામેલ

Team News Updates

IPLના ઈતિહાસમાં પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો, રોહિતના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો આ રેકોર્ડ

Team News Updates