News Updates
RAJKOT

રાજકોટ મનપા દ્વારા ‘ગ્રીન મોબિલિટી પ્રોગ્રામ’ હેઠળ પ્રથમ 100 ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદનારને રૂ. 30 હજારની સબસિડી આપશે

Spread the love

ગુજરાત સરકાર દ્વારા નાગરિકો, વ્યક્તિગત ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહનોની વધુ પસંદગી કરે તે માટે ખાસ સબસીડી આપવામાં આવે છે. નાગરિકો પણ શહેરમાં ઉપયોગ માટે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોની પસંદગી કરી રહ્યા છે. તે ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની બસ સર્વિસમાં પણ ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ શરુ કરેલ હોવાથી મહાનગરપાલિકાની BRTS સર્વિસમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે રીક્ષાઓમાં પણ ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને વધારવા માટે રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત CapaCITIES પ્રોજેક્ટ હેઠળ મનપા દ્વારા “ગ્રીન મોબિલિટી પ્રોગ્રામ” અંતર્ગત પ્રથમ 100 ઇલેક્ટ્રિક રીક્ષા ખરીદનારને 30 હજાર રુપિયાની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઇલેક્ટ્રિક રીક્ષાનો ઉપયોગ હાલના તબક્કે ખૂબ જ ઓછો
મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુ. કમિશ્નર આનંદ પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટમાં ફર્સ્ટ અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે લોકો રીક્ષાનો ઉપયોગ વધુ કરે છે. આ સર્વિસમાં ઇલેક્ટ્રિક રીક્ષાનો ઉપયોગ હાલના તબક્કે ખુબ ઓછો છે. જે અંગેના કારણો જાણવા માટે વિવિધ સ્ટેકહોલ્ડર સાથે ડેપ્યુટી કમિશ્નર અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં થયેલી ચર્ચા દરમિયાન ધ્યાને આવેલ કે ઇલેક્ટ્રિક રીક્ષા ખરીદનાર માટે લોન મેળવ્યા બાદ આપવાની થતી ડાઉન પેમેન્ટ/માર્જિન અમાઉન્ટની રકમની ચુકવણી એક નડતર બને છે.

30 હજાર રુપિયાની સબસીડી આપવાનો નિર્ણય કર્યો
આ ડાઉન પેમેન્ટ/માર્જિન અમાઉન્ટમાં સહયોગ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC) દ્વારા રાજકોટ શહેરમાં ચાલતા CapaCITIES પ્રોજેક્ટના અંતર્ગત ઇલેક્ટ્રિક ઓટો ખરીદનારને 30 હજાર રુપિયાની સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. આ સબસીડી “રાજકોટ ગ્રીન મોબિલિટી પ્રોગ્રામ” અંતર્ગત પ્રથમ 100 ઇલેક્ટ્રિક ઓટો ખરીદનારને આપવામાં આવશે. જો કે, આ માટે વાહન D+3 ની બેઠક ક્ષમતા સાથે L5 શ્રેણીનું હોવું જરૂરી છે અને તેમાં લિથિયમ-આયન બેટરી હોવી તેમજ ફુલ બેટરી ચાર્જમાં વાહનની પ્રમાણિત ઓપરેટિંગ રેન્જ 100 કિમીથી વધુ હોવા ઉપરાંત વાહન પાસે ARAI મંજૂરી અને અન્ય જરૂરી ફિટનેસ પ્રમાણપત્રો હોવા આવશ્યક છે.

મહાનગરપાલિકાના CapCITIES પ્રોજેક્ટ દ્વારા ડિસ્કાઉન્ટની ચુકવણી
રાજકોટ ગ્રીન મોબિલિટી પ્રોગ્રામની વધુ જાણકારી અને પાત્ર ઈ-ઓટોની યાદી માટે રાજકોટ મહાનગરપાલિકાની NULM ટીમનો સંપર્ક કરવાનો રહેશે. પોતાની પસંદગી મુજબની ઈ-ઓટોને ફાઈનલ કર્યા બાદ જરૂરી બેન્ક લોન મેળવવાની અરજી પ્રક્રિયા કરવાની રહેશે, જે અંગે માર્ગદર્શન અપાશે. મંજૂર થયેલ લોન સિવાયની રકમ, ઈ-ઓટો ડીલરને ડાઉન પેમેન્ટ/માર્જિન અમાઉન્ટ તરીકે ચૂકવવાની રહેશે, જેમાં ઈ-ઓટો ડીલર દ્વારા રૂપિયા 30,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઈ-ઓટો ડીલરને તેમના દ્વારા આપવામાં આવેલ ડિસ્કાઉન્ટની ચુકવણી રાજકોટ મહાનગરપાલિકાના CapCITIES પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC) વચ્ચે રાજકોટ શહેરમાં કલાઇમેટ રેસિલિઅન્ટ એકશન લેવા માટે CapaCITIES પ્રોજેક્ટના અમલીકરણ અંગે MoU થયા છે. જે અંતર્ગત પ્રત્યેક વર્ષ દરમ્યાન, શહેરમાં ઉત્પન્ન થતા ગ્રીન હાઉસ ગેસ (GHG) ની નોંધ તૈયાર કરવામાં આવે છે અને તે નોંધ મુજબ શહેરમાં ગ્રીન હાઉસ ગેસ (GHG)નું ઉત્સર્જન ઘટાડવા માટે વિવિધ પ્રોજેક્ટસ પણ કરવામાં આવે છે. પ્રત્યેક વર્ષે શહેરમાં કુલ ઉત્પન્ન થયેલ ગ્રીન હાઉસ ગેસ (GHG)ની નોંધ અને તેમાં ઘટાડો કરવા માટે વિવિધ સેક્ટર્સ, જેમકે એનર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, વેસ્ટ, વોટર તથા ડ્રેનેજમાં લેવાયેલ વિવિધ એમ્બિશિયસ તથા ઇનોવેટિવ કલાઇમેટ એકશનને CDP-ICLEI Track નામક રિપોર્ટિંગ સિસ્ટમમાં રિપોર્ટ કરવામાં આવે છે. જેની ઇન્ટરનેશનલ કમિટી અને સેક્ટર નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. રાજકોટને તેના આબોહવા પરિવર્તન સામે લડવા માટેના પ્રગતિશીલ પગલાં માટે વ્યાપક અભિગમ થકી ‘One Planet City Challenge (OPCC)’ અંતર્ગત ગ્લોબલ કક્ષાએ “નેશનલ વિનર” ની પદવી વર્ષ 2022માં મળી હતી.


Spread the love

Related posts

રાજકોટમાં હમ નહીં સુધરેંગે જેવો ઘાટ ઘડાયો:જાહેરમાં પાન-ફાકી ખાઈને થૂંકનારા 23 ઝડપાયા, CCTV કેમેરાની બાજનજરે ચડી જતા ઇ-ચલણથી દંડ ફટકારાયો

Team News Updates

લાલચ આપી  IPO માં રોકાણથી સારા વળતરની ;કારખાનેદાર સાથે.8.75 કરોડની ઠગાઇ

Team News Updates

વિરોધ બાદ ધમકીનો મારો:ધીરેન્દ્ર શાસ્ત્રીને તાંત્રિક ગણાવનાર પુરુષોત્તમ પીપળીયાને ફોન પર ધમકીઓ, કહ્યું-ધર્મ નહીં ધતિંગનો વિરોધ યથાવત રહેશે

Team News Updates