News Updates
BUSINESS

The Great Khali Love Story : 7 ફૂટ 1 ઇંચ ઉંચા ‘ધ ગ્રેટ ખલી’ પર કેવી રીતે આવ્યું હરમિંદર કૌરનું દિલ, લવ સ્ટોરી છે રસપ્રદ

Spread the love

વિશ્વના પ્રખ્યાત કુસ્તીબાજોમાંથી એક દલીપ સિંહ રાણા, જેઓ રિંગમાં ‘ધ ગ્રેટ ખલી’ તરીકે ઓળખાય છે, તેમને કોણ નથી ઓળખતું. ‘વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ’ (WWE)ના ઈતિહાસમાં પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ હેવીવેઈટ’ ખિતાબ મેળવનાર તે પ્રથમ ભારતીય કુસ્તીબાજ છે.

7 ફૂટ 1 ઇંચ ઉંચા ખલીએ જે રીતે રિંગમાં તેના વિરોધીઓને ટક્કર આપે છે તેના પર દેશને ગર્વ છે. ખલીના પ્રોફેશનલ ફ્રન્ટ વિશે દરેક લોકો જાણે છે, પરંતુ તેની પત્ની હરમિન્દર કૌર સાથેની તેની સુંદર લવ સ્ટોરી વિશે ભાગ્યે જ તમે જાણતા હશો.

ધ ગ્રેટ ખલીની પત્નીનું નામ હરમિંદર કૌર છે. રિંગમાં રેસલર્સને ધૂળ ચાટનાર ખલી તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે. કહેવાય છે કે, કોઈ પુરુષની સફળતા પાછળ પુરુષનો હાથ હોય છે.

તો તમને જણાવી દઈએ કે, ખલીને આટલી સફળતા મળવાનો શ્રેય પણ તેની પત્નીને જાય છે. હરમિંદર કૌર એક પંજાબી પરિવાર સાથે સંબંધ રાખે છે અને દિલ્હીમાંથી તેમણે અભ્યાસ પુરો કર્યો છે.ખલી અને હરમિંદરની પ્રથમ મુલાકાત બંન્નેના પરિવારે કરાવી હતી,ત્યારબાદ બંન્ને વચ્ચે વાતચીત શરુ થઈ અને ધીમે ધીમે એકબીજાને પસંદ કરવા લાગ્યા.

27 ફ્રેબુઆરી 2002ના રોજ હરમિંદર કૌર અને ખલી લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારબાદ ખલીનું કિસ્મત બદલાયું અને તેને રેસલિંગ કરિયરમાં અનેક સફળતાઓ મળી. તમને જણાવી દઈએ કે, લગ્ન બાદ ખલીએ WWEમાં વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેમને ધ ગ્રેટ ખલી નામ મળ્યું.

અનેક ઈન્ટરવ્યુમાં ખલી ખુલાસો કરી ચૂક્યા છે કે, તેની સફળતા પાછળ તેની પત્ની હરમિંદરનો મોટો હાથ છે પરંતુ હરમિંદર લાઈમલાઈટથી દુર રહે છે. તમને જણાવી દઈએ કે, બંન્ને એક પુત્રીના માતા પિતા 2014માં બન્યા હતા. જેનું નામ અવલીન રણા રાખ્યું છે.


Spread the love

Related posts

Realmeએ 9,999માં 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો:C53માં મળશે 108MP કેમેરા, Realme Pad-2 ટેબલેટ પણ લોન્ચ કરવામાં આવ્યું

Team News Updates

નાણાકીય વર્ષમાં GSTથી 20.14 લાખ કરોડની થઈ આવક,GSTની વિક્રમી આવક, માર્ચમાં 1.78 લાખ કરોડ મળ્યાં

Team News Updates

જાવા 350 ક્લાસિકનો નવો બ્લૂ કલર ભારતમાં રિવીલ:બાઇકમાં અપડેટેડ 334cc એન્જિન, Royal Enfield 350 Classicને ટક્કર આપશે

Team News Updates