News Updates
BUSINESS

દેશની અર્થવ્યવસ્થાને લઈ આવ્યા સારા સમાચાર, કોર સેક્ટરની વૃદ્ધિ 14 મહિનાની ટોચ પર પહોંચી

Spread the love

દેશની અર્થવ્યવસ્થા(Indian Economy) માટે સારા સમાચાર છે. ભારતીય અર્થતંત્રનો વિકાસ દર વિશ્વમાં સૌથી ઝડપી છે. ઓગસ્ટમાં જે આંકડાઓ આવ્યા હતા તે આ વાતના સૂચક છે. ઓગસ્ટમાં અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત બન્યો છે. ભારતીય કોર સેક્ટરમાં 14 મહિનામાં સૌથી મોટી વૃદ્ધિ જોવા મળી રહી છે.

દેશની અર્થવ્યવસ્થા(Indian Economy) માટે સારા સમાચાર છે. ભારતીય અર્થતંત્રનો વિકાસ દર વિશ્વમાં સૌથી ઝડપી છે. ઓગસ્ટમાં જે આંકડાઓ આવ્યા હતા તે આ વાતના સૂચક છે. ઓગસ્ટમાં અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત બન્યો છે. ભારતીય કોર સેક્ટરમાં 14 મહિનામાં સૌથી મોટી વૃદ્ધિ જોવા મળી રહી છે.

વિકાસ દર 14 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય(Ministry of Commerce and Industry)ના જણાવ્યા અનુસાર, દેશના 8 મુખ્ય ક્ષેત્રોમાં 12.1 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓગસ્ટમાં કોર સેક્ટરનો વિકાસ દર 14 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. અગાઉ જુલાઈ મહિનામાં આ ક્ષેત્રોનો વિકાસ દર 8.4 ટકા હતો.14 મહિના પહેલા સારા આંકડા દર્શાવવામાં આવ્યા હતાઓગસ્ટ મહિનામાં છેલ્લા 14 મહિનામાં સૌથી વધુ વૃદ્ધિ દર રહ્યો છે. અગાઉનું ઉચ્ચ સ્તર જૂન 2022માં આવ્યું હતું. તે સમયે 8 મુખ્ય ક્ષેત્રોનો વિકાસ દર 13.2 ટકા હતો.

MCIએ ડેટા જાહેર કર્યો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટામાં, MCIએ જણાવ્યું હતું કે કોલસો, ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ઉત્પાદનમાં થયેલા વધારાથી ઓગસ્ટ મહિનામાં કોર સેક્ટરની વૃદ્ધિને ટેકો મળ્યો છે. જેના કારણે આ મહિનો મુખ્ય ક્ષેત્રની વૃદ્ધિની દ્રષ્ટિએ ઉત્તમ સાબિત થયો છે. ઓગસ્ટમાં રિફાઈનરી પ્રોડક્ટ્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેક્ટ્રિસિટી સેક્ટરનું ઉત્પાદન પણ વધ્યું છે.

5 મુખ્ય ક્ષેત્રોની ડબલ ડિજિટ વૃદ્ધિ

ઓગસ્ટમાં દેશના 8 મુખ્ય ક્ષેત્રોમાંથી 5 ઉદ્યોગોમાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી છે. આ પૈકી, કોર સેક્ટરનો વિકાસ દર સિમેન્ટ સેક્ટરમાં 18.9 ટકા, કોલસા સેક્ટરમાં 17.9 ટકા, વીજળી સેક્ટરમાં 14.9 ટકા, સ્ટીલ સેક્ટરમાં 10.9 ટકા અને નેચરલ ગેસ સેક્ટરમાં 10.0 ટકાનો વૃદ્ધિદર જોવા મળ્યો છે.

ભારતીય અર્થતંત્ર 2023 અને 2030 વચ્ચે વાર્ષિક સરેરાશ 6.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની તૈયારીમાં છે, એમ મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને શુક્રવારે જણાવ્યું હતું. BCC&I ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક કોન્ક્લેવમાં બોલતા નાગેશ્વરને કહ્યું કે વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતાના સમયગાળાની સાક્ષી બનવા જઈ રહ્યું છે અને ભારતે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં પ્રવેશ કરવો પડશે અને ચીન-પ્લસ વન વ્યૂહરચના માટે પોતાને આકર્ષક બનાવવું પડશે.


Spread the love

Related posts

 મોબાઈલ રિચાર્જ 50થી 250 રૂપિયા મોંઘું થશે! ચૂંટણી પછી લાગશે આંચકો

Team News Updates

લોન લેવાની યોજના SBIની 1.25 અબજ ડોલરની

Team News Updates

GOOD NEWS આવ્યા મુકેશ અંબાણી માટે અમેરિકાથી, 8.34 લાખ કરોડનો જેકપોટ!

Team News Updates