News Updates
GUJARAT

PM પ્રણામ યોજનાને મળી કેબિનેટની મંજૂરી, વિશેષ પેકેજ હેઠળ 3.7 લાખ કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ

Spread the love

સલ્ફર કોટેડ યુરિયાના ઉપયોગથી ખેડૂતોને ઘણો ફાયદો થશે અને ઉપજમાં પણ વધારો થશે. કેન્દ્ર સરકાર આગામી 3 વર્ષમાં સલ્ફર કોટેડ યુરિયા પર 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કેન્દ્ર સરકાર દરેક ખેડૂતને ખાતર સબસિડી તરીકે 21,233 રૂપિયા ચૂકવે છે.

PM નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારે ખેડૂતોના (Farmers) હિતમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય કેબિનેટે સલ્ફર કોટેડ યુરિયાની રજૂઆત માટે લીલી ઝંડી આપી દીધી છે. સલ્ફર કોટેડ યુરિયાને યુરિયા ગોલ્ડ તરીકે ઓળખવામાં આવશે. આ પહેલા સરકાર નીમ કોટેડ યુરિયા પણ લાવી છે. આ સાથે જ સરકારે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવાનો પણ નિર્ણય લીધો છે.

ખાદ્ય સુરક્ષા સહિત અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી

યુરિયા સબસિડી યોજનાને 31 માર્ચ, 2025 સુધી ચાલુ રાખવા માટે કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત જમીનની ઉત્પાદકતા વધારવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે કચરામાંથી ખાતર બનાવવા માટે બજાર વિકાસ સહાય માટે 1451 કરોડ રૂપિયા ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી છે. છાણમાંથી જૈવિક ખાતર બનાવીને જમીનની ગુણવત્તામાં વધારો થશે.

ઓછા ખાતરનો ઉપયોગ કરતા રાજ્યોને પ્રોત્સાહિત કરાશે

કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જે રાજ્ય સરકાર ઓછા ખાતરનો ઉપયોગ કરે છે તેમને કેન્દ્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે પંજાબ ખાતરના વપરાશમાં પ્રથમ ક્રમાંકનું રાજ્ય છે. પંજાબે આગલા વર્ષની તુલનામાં 10 ટકા વધુ ખાતરનો ઉપયોગ કર્યો છે, જ્યારે ત્યાં પાકના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

કેબિનેટે ખેડૂતો માટે 3.7 લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે કેબિનેટે ખેડૂતો માટે 3.7 લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ સાથે જ બેઠકમાં PM પ્રણામ યોજના નામની યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ, જો કોઈ રાજ્ય રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતરોનો ઉપયોગ કરે છે, તો સબસિડી પરની બચત તે રાજ્યને પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે.

સલ્ફર કોટેડ યુરિયા પર 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે

સલ્ફર કોટેડ યુરિયાના ઉપયોગથી ખેડૂતોને ઘણો ફાયદો થશે અને ઉપજમાં પણ વધારો થશે. કેન્દ્ર સરકાર આગામી 3 વર્ષમાં સલ્ફર કોટેડ યુરિયા પર 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. અત્યારે દેશમાં 12 કરોડ ખેડૂતો ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે. સરેરાશ કેન્દ્ર સરકાર દરેક ખેડૂતને ખાતર સબસિડી તરીકે 21,233 રૂપિયા ચૂકવે છે. જો છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે 12 કરોડ ખેડૂતોને ખાતર સબસિડી તરીકે 6,30,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે.


Spread the love

Related posts

વેરાવળ-સોમનાથ બાયપાસ પર પોલીસતંત્ર દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

Team News Updates

કંગના રનૌતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ ઝુકાવ્યું:કહ્યું, ‘ભગવાન કૃષ્ણ ઈચ્છશે તો હું લોકસભા ચૂંટણી લડીશ’

Team News Updates

રાત્રે ઘુવડને જોવું શુભ છે કે અશુભ, જાણો મુશ્કેલીઓ દૂર થાય છે કે નહીં

Team News Updates