News Updates
RAJKOT

ગ્રામજનોની ચીમકી ઉગ્ર વિરોધ:જેતપુરમાં બનતા બ્રિજ નજીક જો ગટર બનશે તો જોયા

Spread the love

ઉદ્યોગપતિનું હિત સાચવવા ચાલતા હીન પ્રયાસ સામે પેઢલાના લોકોનો ઉગ્ર વિરોધ

જેતપુરના ધોરાજી નેશનલ હાઈ-વે પર નવા બનતા ઓવરબ્રિજની બાજુમાં બંધ ગટરને બદલી ખુલ્લી ગટર બનાવવાના પ્રયાસનો પેઢલા ગામની પ્રજાએ એકી સુરે ઉગ્ર વિરોધ ઉઠાવ્યો છે. એક મોટા ગજાના ઉદ્યોગપતિનું હિત સાચવવા થઈ રહેલા પ્રયાસ વખતે જ લોકોએ બંધ ગટર બનાવવાની માંગ કરી હોબાળો મચાવતા પોલીસને દોડવું પડ્યું હતું.

ખુલ્લી ગટર બનાવાશે તો જોયા જેવી કરવાની પેઢલાવાસીઓની ચીમકીથી સમગ્ર સરકારી તંત્રો હરકતમાં આવી ગયા છે. જેતપુરના ધોરાજી નેશનલ હાઇ વે પર બનતા નવા ઓવરબ્રિજની બાજુમાંથી નીકળતી ગટરને ખુલ્લી રાખીને નજીકના જ એક ઉદ્યોગપતિનું હિત સાચવવાનો કોન્ટ્રાક્ટરે પ્રયાસ કરતાં પેઢલા વાસીઓ કાળઝાળ બન્યા છે. આજે મોટી સંખ્યામાં જ્યાં ગટર બનાવાય રહી છે ત્યાં પહોંચીને બંધ ગટર જ બનાવવા દેવાશે તેવો સૂર વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો.

તો 300 વીઘા જમીન પર ગટરના પાણી સત્યાનાશ સર્જશે
પેઢલાવાસીઓએ કહ્યું કે ઉપરથી આવતા પાણીનો નિકાલ ન હોવાથી 300 વીઘા જેટલી ખેતીની જમીન, કારખાના તેમજ માલધારીઓને મોટી ખાનાખરાબી સર્જાવાની સંભાવના નકારી શકાતી નથી. તેઓના રહેણાંક વિસ્તારમાં કોઈ કાળે ખૂલ્લી નહીં પણ ભૂંગળા પાથરીને બંધ ગટર જ બનાવવામાં આવે.

પ્રદૂષિત પાણીથી ઢોરની ચામડીને ગંભીર અસર પહોંચશે
ગટર પાસેના રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ચેકડેમનો પાળો તોડી નાખ્યાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે, સાડીના કારખાના આવેલા હોય, માલધારીઓના ઢોર રખડતા હોય પશુને ચામડીમાં ગંભીર અસર પહોંચી હોવાનો આક્ષેપ થયો હતો.

ગટરનું કામ અટકાવવું પડ્યું
પેઢલા ગામના જાગૃત લોકોએ કહ્યું કે, તેઓના રહેણાંક વિસ્તારમાં નાના બાળકો આજુબાજુ રમતા હોય છે. આ બધુ તંત્ર જાણતું હોવા છતાં ઉદ્યોગપતિને સાચવવા તંત્રએ અહી ખુલ્લી ગટર બનાવવાનું વિચાર્યું તે જોખમી હોવાનું કહેવું ઉચિત છે. કારણ ન કરે નારાયણ ને કોઈ બાળક ગટરમાં ગબડી પડશે અને કોઈ કરુણાંતિકા સર્જાશે તો તેના જવાબદાર કોણ બનશે ? તંત્ર કે કોન્ટ્રાકટર ? આવી બાબતો જણાવી હાલ પૂરતું ગ્રામજનોએ ગટરનું કામ અટકાવી દીધું છે.


Spread the love

Related posts

3 પ્રવાસી પરિવારે 20.40 લાખ ગુમાવ્યા:રાજકોટમાં સ્માઈલ હોલિડેઝના સંચાલકો સિંગાપોર, મલેશિયાની ટ્રીપને નામે મુસાફરોના નાણાં ઓળવી રફુચક્કર, છેતરપિંડીની રાવ

Team News Updates

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર:રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં 12થી 17 જૂન દરમિયાન 107 સગર્ભાઓની સલામત ડિલિવરી, પદ્મકુંવરબા હોસ્પિ.માં 42 કલાકમાં 22 બાળકનો જન્મ

Team News Updates

સૌરાષ્ટ્ર યુનિ.ના UPSC ભવનમાં વર્ગો શરૂ થશે,IAS-IPS બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મફત ક્લાસ,10 જૂન સુધીમાં ફોર્મ ભરો, એક્ઝામ-ઈન્ટરવ્યુના આધારે એડમિશન

Team News Updates