News Updates
ENTERTAINMENT

પાકિસ્તાન બોર્ડને ભારત આવવાનો ડર, સિક્યોરિટી ટીમ મોકલશે:કહ્યું- વર્લ્ડ કપ પહેલા શહેરોની તપાસ કરવી જરૂરી, ખામી હશે તો વેન્યૂ ચેન્જ કરાવીશું

Spread the love

પાકિસ્તાન સરકાર ભારતમાં ODI વર્લ્ડ કપ માટે પોતાની ક્રિકેટ ટીમ મોકલતા પહેલા સુરક્ષા તપાસ કરશે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં તેની સુરક્ષા ટીમ તપાસ માટે ભારત મોકલશે. આ ટીમ તે શહેરોની સુરક્ષા તપાસ કરશે જ્યાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ મેચ યોજાશે.

નવા ચેરમેનની નિમણૂક થયા બાદ તપાસ કરશે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ઈદ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે. ઝકા અશરફ નવા અધ્યક્ષ બની શકે છે. નવા અધ્યક્ષ મળતાની સાથે જ PCB વિદેશ મંત્રાલય સાથે સંકલન કરશે અને ટૂંક સમયમાં સુરક્ષા ટીમ મોકલશે.

સુરક્ષા ટીમ સાથે PCBના સભ્યો પણ આવશે, તેઓ જોશે કે પાકિસ્તાનમાં જે શહેરોમાં મેચ યોજાશે ત્યાં સુરક્ષા વ્યવસ્થા અને બાકીનું મેનેજમેન્ટ કેટલું સારું છે.

5 શહેરોની સુરક્ષા તપાસશે
પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ હૈદરાબાદમાં ક્વોલિફાયર-1 ટીમ સામે રમશે. ટીમ 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામે રમશે. તેની બાકીની મેચ 3 અન્ય શહેરોમાં યોજાશે. જેમાં બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. જો પાકિસ્તાનની સુરક્ષા ટીમ ભારત આવશે તો તે આ શહેરોની સુરક્ષા વ્યવસ્થા અને અહીંના સ્ટેડિયમનું સંચાલન જોશે.

PCB તપાસ બાદ સ્થળ બદલવાની માગ કરી શકે છે
અહેવાલો અનુસાર, જો સુરક્ષા ટીમને કોઈપણ શહેરની સુરક્ષામાં કોઈ ખામી જણાશે, તો PCB તેની ટીમની ક્રિકેટ મેચનું સ્થળ બદલવાની માગ કરશે. PCB સુરક્ષા તપાસનો રિપોર્ટ ICC અને BCCIને પણ મોકલશે.

T20 વર્લ્ડ કપમાં પણ સ્થળ બદલવું પડ્યું
પાકિસ્તાન ક્રિકેટ ટીમ છેલ્લે 2016માં T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી. ત્યારબાદ બંને ટીમ વચ્ચેની મેચ પહેલા ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ સુરક્ષાના કારણોસર સ્થળ બદલવામાં આવ્યું હતું અને ત્યારબાદ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં રમાઈ હતી. જે ભારતે 6 વિકેટે જીતી લીધી હતી.

પાકિસ્તાન સરકારની પરવાનગી બાદ જ ટીમ ભારત આવશે
તાજેતરમાં, વન-ડે વર્લ્ડ કપ શિડ્યૂલ જાહેર થયા પછી, PCBએ કહ્યું હતું કે ટીમને હજુ સુધી તેમની સરકાર તરફથી ભારત જવાની મંજૂરી મળી નથી. સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ તેની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત જશે. જે બાદ હવે સુરક્ષા ટીમ મોકલવાના સમાચાર આવી રહ્યા છે.

ફૂટબોલ અને હોકી ટીમે પણ પરવાનગી લેવી પડશે
PCBના અધિકારીઓએ કહ્યું કે રમતગમતમાં આવું પહેલીવાર નથી થઈ રહ્યું. બંને દેશો વચ્ચે રાજકીય વિવાદોને કારણે ક્રિકેટની દ્વિપક્ષીય શ્રેણી થતી નથી. ક્રિકેટ સિવાય જો હોકી કે ફૂટબોલ ટીમ પણ ભારત જાય છે તો તેને પાકિસ્તાન સરકારની પરવાનગીની રાહ જોવી પડે છે.

તાજેતરમાં જ પાકિસ્તાનની ફૂટબોલ ટીમ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપનો ભાગ બનવા માટે ભારત આવી હતી. પછી તેણે સરકારની પરવાનગી પણ લેવી પડી.

ભારત પાકિસ્તાનમાં એશિયા કપ રમવા તૈયાર ન હતું, પછી હાઇબ્રિડ મોડલને મંજૂરી મળી
વર્લ્ડ કપના એક મહિના પહેલા સપ્ટેમ્બરમાં પાકિસ્તાન દ્વારા 50 ઓવરના એશિયા કપનું આયોજન કરવામાં આવશે. ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરીને ટુર્નામેન્ટ રમવાનો ઇનકાર કર્યા પછી, ACCએ પાકિસ્તાનના પ્રસ્તાવ પર હાઇબ્રિડ મોડલ અપનાવ્યું. હવે ટુર્નામેન્ટ પાકિસ્તાન સાથે શ્રીલંકામાં યોજાશે.

ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ શ્રીલંકામાં રમશે. જો ભારત ફાઇનલમાં પહોંચશે તો તેનું આયોજન પણ શ્રીલંકામાં થશે. એટલે કે એશિયા કપની 8થી 9 મેચ શ્રીલંકામાં અને 4થી 5 મેચ પાકિસ્તાનમાં રમાશે.

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે
આ વખતે વન-ડે વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ 19 નવેમ્બર સુધી રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો 15 ઓક્ટોબરે થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ, ફાઈનલ અને ભારત-પાક મેચ, આ ત્રણેય હાઈવોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જે દર્શકોની ક્ષમતાની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે.


Spread the love

Related posts

13 મહિનાથી નથી રમી ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં કરશે કમબેક!

Team News Updates

IPLમાં શુદ્ધ દેશી રોમાંચ:પ્લેઓફમાં ચારેય કેપ્ટન ભારતીય; વિદેશી હેડ કોચ અને કેપ્ટનનું કોમ્બિનેશન ખરાબ રીતે નિષ્ફળ રહ્યું

Team News Updates

જો તમે પણ ઓનલાઈન ગેમ રમો છો તો રહો સાવધાન, લોકોને રૂપિયાની લાલચ આપીને થઈ રહી છે છેતરપિંડી

Team News Updates