News Updates
ENTERTAINMENT

દુનિયાનો નંબર વન યુટ્યૂબર, 820 કરોડની સંપત્તિ:કોઈને આઈલેન્ડ ગિફ્ટમાં આપ્યો, તો કોઈને આપી 40 કાર; માત્ર 25 વર્ષનો યુટ્યૂબર કરોડો ડોલરની કમાણી કરી રહ્યો છે

Spread the love

યુટ્યૂબની દુનિયામાં મિસ્ટર બીસ્ટ (MrBeast)નું મોટું નામ છે. તેમની ચેનલ પર તેના 16.3 કરો઼ડ સબસ્ક્રાઇબર્સ છે. વિશ્વમાં કોઈ એક વ્યક્તિના YouTube પર આટલા બધા સબસ્ક્રાઇબર્સ નથી. સ્વિડનમાં રહેતા મિસ્ટર બીસ્ટનું અસલી નામ જીમી ડોનાલ્ડસન (Jimmy Donaldson) છે. ઉંમર માત્ર 25 વર્ષ છે અને નેટવર્થ 820 કરોડ રૂપિયાથી વધુ છે.

મિસ્ટર બીસ્ટે હાલમાં ટ્વીટ કર્યું હતું કે તેને ટાઇટેનિકનો કાટમાળ જોવા જતા લોકો સાથે કેપ્સ્યુલમાં જવા માટેનું પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો.

13 વર્ષની ઉંમરથી વીડિયો બનાવીને યુટ્યૂબ પર પોસ્ટ કરતો જીમી પહેલાં ‘યુટ્યૂબ પર કેટલી કમાણી કરે છે’ જેવી થીમ પર વીડિયો બનાવતો હતો. તેના આ વીડિયો ધીરે ધીરે લોકપ્રિય થતા ગયા. 2015 અને 2016માં તેઓ લોકોના વીડિયોમાં આપવામાં આવતા ઈન્ટ્રોડક્શનની મજાક ઉડાવતા હતા. તેના કારણે તેની ચેનલને સારો એવો ગ્રોથ મળ્યો અને 2016માં તેને 30 હજાર સબસ્ક્રાઈબર્સ મળ્યા.

જાન્યુઆરી 2017માં તેનો એક વીડિયો વાઇરલ થયો હતો. આમાં તેણે એક લાખ સુધીની ગણતરી કરી. આ વીડિયોને એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા અને તે પછી મિસ્ટર બીસ્ટ વાઇરલ થઈ ગયો.

મિસ્ટર બીસ્ટ પાંચ બંગલાનો માલિક છે, કર્મચારીઓ માટે અલગ ઘર ખરીદ્યું છે

યુટ્યૂબથી અબજોની કમાણી કરનાર બીસ્ટનાં જુદાં જુદાં સ્થળોએ પાંચ બંગલા છે. બીસ્ટે પોતાનું એક એવું ઘર ખરીદ્યું કારણ કે તેણે તેનું બાળપણ ત્યાં વિતાવ્યું હતું. મકામ માલિક તે ઘર વેચવા માંગતા ન હતા, તો તેણે મોઢે માગેલી કિંમત 3,60,000 ડોલર(બે કરોડ રૂપિયા) આપીને તે ઘર ખરીદ્યું. આ ઘર 3,000 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલ છે, જે બે માળનું છે.

ટેસ્લાની કસ્ટમાઈઝ કારથી લઈને 30 કરોડની BMWનો માલિક છે

BMW i8 બીસ્ટની ફેવરિટ કાર છે. બટરફ્લાય ડોરવાળી આ કારમાં જર્મન એન્જિન હોય છે. તેને ખરીદ્યા પછી, તેણે એક વીડિયો બનાવ્યો અને તેના દર્શકોને કહ્યું. બીસ્ટએ તેને બિટકોઈનથી ખરીદી હતી.

ટેસ્લા મોડલ 3

મિસ્ટર બીસ્ટ પાસે કસ્ટમાઈઝ્ડ ટેસ્લા કાર છે. તે તેના યુટ્યૂબર મિત્રએ તેને ભેટમાં આપી છે. જો કે, મિસ્ટર બીસ્ટે તેને ચલાવવાનો ઇનકાર કર્યો કારણ કે તેને ડર હતો કે તે તેમાં ઓળખાઈ જશે.

લેમ્બોર્ગિની હ્યુરાકન સ્પાઈડર

મિસ્ટર બીસ્ટ લેમ્બોર્ગિનિસને ભેટ આપવા માટે જાણીતા છે. સબસ્ક્રાઇબર્સને લાગે છે કે તેમની પાસે ઘણાં વાહનો છે. બીસ્ટ પાસે લેમ્બોર્ગિની હુરાકન સ્પાઈડર છે, જેને તે અનેક વીડિયોમાં રેસ કરતો જોવા મળે છે. રેસના વિજેતાને બીસ્ટ કાર ભેટમાં આપવામાં આવે છે.

ટાસ્ક આપીને સબસ્ક્રાઇબરને કાર અને આઈલેન્ડ ભેટમાં આપ્યો

મિસ્ટર બીસ્ટે યુટ્યૂબ પ્લેટફોર્મ તેમજ ગેમિંગ પ્લેટફોર્મ પર ગેમિંગ દ્વારા ઘણા બધા સબસ્ક્રાઇબર્સ એકઠા કર્યા. 2017માં 10 લાખ સબસ્ક્રાઇબર્સ બનાવ્યા પછી, તેણે લાંબા સ્ટંટ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેને “Junklord YouTube” કહેવામાં આવે છે. આવા વીડિયોમાં લોકોને એક ટાસ્ક પૂર્ણ કરવાનો પડકાર આપવામાં આવે છે. તેમાં જે જીતે છે તેને મિસ્ટર બીસ્ટ વૈભવી ભેટો આપે છે.

મિસ્ટર બીસ્ટ ઉપરાંત, ડોનાલ્ડસનની અન્ય ચાર યુટ્યૂબ ચેનલો બીસ્ટ ફિલાન્થ્રોપી (1.60 કરોડ સબસ્ક્રાઇબર્સ), મિસ્ટર બીસ્ટ ગેમિંગ (2. 95 કરોડ સબસ્ક્રાઇબર્સ), બીસ્ટ રિએક્ટ્સ (2.2 કરોડ સબસ્ક્રાઇબર્સ) અને મિસ્ટર બીસ્ટ 2 (1.6 કરોડ સબસ્ક્રાઇબર્સ) પણ છે

4 કરોડમાં સબસ્ક્રાઇબર્સ બનેલા એક જ વ્યક્તિને 40 કાર ગિફ્ટ કરી

મિસ્ટર બીસ્ટે તેના 4 કરોડમાં બનેલા સબસ્ક્રાઇબસને એકસાથે 40 કાર આપી. જેમાં પોર્શ, કસ્ટમ સ્પોન્જબોબ જીપ, સેડાન, ટ્રકથી લઈને ટેસ્લા સુધીની તમામ રેન્જની કાર હતી.

પરંતુ શરત એ હતી કે તેણે 24 કલાકની અંદર તમામ કાર કોઈને કોઈને સોંપવી પડશે. લ્યુક નામના આ વ્યક્તિએ તમામ કાર ગિફ્ટ કરી હતી. આ પછી બીસ્ટે તેને કસ્ટમાઇઝ્ડ ટેસ્લા આપી હતી.

બીસ્ટએ આખી પ્રક્રિયા રેકોર્ડ કરી અને તેને તેની યુટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરી. આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 13.4 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે.

વેઈટરને ટિપ તરીકે કાર આપી

થોડા સમય પહેલાં મિસ્ટર બીસ્ટનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેણે વેઈટરને ટિપ તરીકે પોતાની કાર આપી હતી. મિસ્ટર બીસ્ટ એક રેસ્ટોરન્ટમાં ગયો હતો, તે વેઈટરને પૂછે છે કે તેને અત્યાર સુધીની સૌથી મોટી ટિપ શું મળી છે. વેઈટરનો જવાબ હતો 4000 રૂપિયા. બીસ્ટ પછી તેને પોતાની કારની ચાવી આપી દે છે અને રેસ્ટોરન્ટમાંથી જતો રહે છે.

10 કરોડ સબસ્ક્રાઇબર્સ થતા આઈલેન્ડ ગિફ્ટમાં આપ્યો હતો

બીસ્ટે અચાનક એક દિવસ વચન આપ્યું કે તે તેના 10 કરોડમાં સબસ્ક્રાઇબર્સને ગિફ્ટમાં એક આઈલેન્ડ આપશે. આ માટે તેણે 50 લોકોને પસંદ કર્યા અને ચાર સ્ટેજ ટાસ્ક આપ્યા. તેમાં સૌથી પહેલા માચિસ વિના આગ પ્રગટાવવાની હતી.

બધાએ આ ટાસ્ક પૂરો કર્યો, બોટ પરના દરેક વ્યક્તિએ ગ્રીન બોલતા આગળ વધવાનું અને રેડ બોલવા પર રોકાઈ જવાનું હતું. 20 ફૂટનું અંતર પૂર્ણ કરનાર પ્રથમ 20 લોકોને બીજા રાઉન્ડમાં પસંદ કરવામાં આવ્યા હતા. આને સ્ક્વોડ ગેમ કહેવામાં આવે છે. હારી ગયેલા લોકોને પણ બીસ્ટે 2.4 લાખ રૂપિયા આપ્યા હતા.

આ પછી છેલ્લા રાઉન્ડમાં પહોંચેલા પાંચ લોકોને 41 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. બીસ્ટે કહ્યું કે કાં તો તમે તેને સળગાવી દો અથવા તે લઈને જતા રહો. દરેક વ્યક્તિએ ગેમમાં રહેવાનું પસંદ કર્યું અને પછી અંતિમ ટાસ્ક તરીકે, તેઓએ YouTubeનો 10 કરોડમું બટન શોધવાનું હતું. જે એક સબસ્ક્રાઇબર દ્વારા થોડા કલાકોની મહેનત બાદ શોધી કાઢ્યું હતું.

હવે બીસ્ટે તેની સિસ્ટર ચેનલોના 2 કરોડ સબસ્ક્રાઇબર્સ થવા પર વૃક્ષો વાવવા માટે 2 કરોડ ડોલર એકત્ર કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે.


Spread the love

Related posts

મલાઈકા અરોરાએ છૂટાછેડા પર મૌન તોડ્યું:અભિનેત્રીએ કહ્યું, ‘લોકોને લાગ્યું કે મને ભરણપોષણની મોટી રકમ મળી છે, તેઓએ મારી મજાક ઉડાવી હતી’

Team News Updates

અમનપ્રીત સિંહે ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો:વુમન્સ પિસ્તોલ ત્રિપુટીને બ્રોન્ઝ મળ્યો, ભારત પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયું

Team News Updates

T20 World Cup Final 2024:બાર્બાડોસની પિચનો કર્યો અભ્યાસ,  ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ

Team News Updates