News Updates
NATIONAL

કયા દેશમાં પ્લાસ્ટિકની નોટો સ્વીકારવામાં આવે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

Spread the love

આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ અને કરંટ અફેર્સની ખૂબ જ જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં (Exam) પાસ થવા માટે જનરલ નોલેજ અને કરંટ અફેર્સની ખૂબ જ જરૂર છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને સ્પર્ધાત્મક કે અન્ય કોઈ પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે.

પ્રશ્ન – ચારમિનાર કયા રાજ્યમાં આવેલો છે? જવાબ – તેલંગાણા (હૈદરાબાદ)

પ્રશ્ન – શું તમે જાણો છો કે કયું પ્રાણી સૌથી વધુ ઊંઘે છે? જવાબ – સિંહ

પ્રશ્ન – એવું કયું પક્ષી છે જે સૌથી વધુ ઉડી શકે છે? જવાબ – ગીધ

પ્રશ્ન – સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ ક્યાં આવેલું છે? જવાબ – પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં

પ્રશ્ન – એવું કયું પ્રાણી છે જેનું દૂધ ક્યારેય ફાટતું નથી? જવાબ – ઊંટડીનું દૂધ

પ્રશ્ન – પાણી પર ચાલતું વહાણ સૌપ્રથમ કયા દેશે બનાવ્યું? જવાબ – બ્રિટને

પ્રશ્ન – એવો કયો ગ્રહ છે જે રાત્રે લાલ દેખાય છે? જવાબ – મંગળ

પ્રશ્ન – ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ – મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહના જન્મદિવસ નિમિત્તે દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણી કરવામાં આવે છે.

પ્રશ્ન – એવું કયું નામ છે જે નદી, ફૂલ, ફિલ્મ અને હિરોઈનનું છે? જવાબ – મંદાકિની

પ્રશ્ન – ભારતના નેપોલિયન કોને કહેવાય છે? જવાબ – સમુદ્રગુપ્તને

પ્રશ્ન – કયા દેશમાં પ્લાસ્ટિકની નોટો સ્વીકારવામાં આવે છે? જવાબ – ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ 1988માં પ્લાસ્ટિક નોટોની શરૂઆત થઈ હતી, આ ઉપરાંત કેનેડા, માલદીવ, બ્રુનેઈ, મોરિટાનિયા, નિકારાગુઆ, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, રોમાનિયા અને વિયેતનામ સહિતના દેશોમાં પણ પ્લાસ્ટિકની સ્વીકારવામાં આવે છે.

પ્રશ્ન – પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એવું સૌપ્રથમ કોણે કહ્યું હતું? જવાબ – કોપરનિકસે

પ્રશ્ન – ગરબા એ ભારતના કયા રાજ્યનું સૌથી પ્રખ્યાત લોકનૃત્ય છે? જવાબ – ગુજરાત

પ્રશ્ન – હોમિયોપેથીના પિતા કોણ છે? જવાબ – સેમ્યુઅલ હેનેમેન

પ્રશ્ન – ભારતના એકમાત્ર એવા કયા રાષ્ટ્રપતિ છે જે કોઈપણ વિરોધ વિના ચૂંટાયા હતા? જવાબ – નીલમ સંજીવ રેડ્ડી

પ્રશ્ન – ફળો પકવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? જવાબ – ઇથિલિન


Spread the love

Related posts

21 લાખની કિંમતના ટામેટાં ભરેલી ટ્રક ગાયબ:કર્ણાટકથી રાજસ્થાન જવાની હતી, ડ્રાઈવર અને ક્લીનર ફરાર

Team News Updates

હિમાચલમાં કુલ્લુ દશેરામાં અડધી રાતે ભીષણ આગ:દેવી-દેવતાઓનાં 8 ટેન્ટ સહિત 13 તંબુ બળીને ખાખ; પાંચ દુકાનો પણ બળી, 2 લોકો આગમાં ભડથું

Team News Updates

મિર્ચી મેકઅપ ! મહિલાએ ચિલી ફ્લેક્સથી કર્યો મેકઅપ, લોકો બોલ્યા ‘પ્રાણ જાય પણ ફેશન ન જાય’

Team News Updates