News Updates
NATIONAL

બિહારમાં પત્નીના લફરાની જાણ થતા જ પતિએ બળજબરીથી બંને પ્રેમીઓના લગ્ન કરાવ્યા

Spread the love

બિહારમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો. અહીં, એક પરિણીતાને લગ્ન બહાર લફરું હતું. જ્યારે પરિણીતોનો પ્રેમી ઘરે પહોંચ્યો, ત્યારે પરિવારજનોએ બંનેને રંગેહાથ ઝડપી લીધા. બાદમાં બંને લગ્નસંબંધોમાં બાંધી દીધા.

બિહારના (Bihar) નવાદા જિલ્લાનામાં એક પતિને પત્નીના લફરાની ખબર પડી, બાદમાં બિહારી પતિએ તેની પત્ની અને તેના પરણિત પ્રેમી બંનેના ગામના મંદિરમાં બળજબરીથી લગ્ન કરાવી દીધા હતા. આ અંગેનો (Video Viral) વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જોકે વીડિયો મામલે હજું કોઇ પુષ્ટિ થઇ નથી, અને પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે આ મામલે કોઇ એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી. જોકે આ કિસ્સો હાલ તો સમગ્ર બિહારમાં ચર્ચાની એરણે છે.

આ મામલો બિહારના નવાદા જિલ્લાના નારદીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કહુઆરા ગામનો છે. અહીં એક યુવક મોડી રાત્રે કોઈ કામ માટે બહાર ગયો હતો, ત્યારે તેની પત્નીનો પ્રેમી તેના ઘરે પહોંચ્યો હતો. વાતની જાણ થતા જ પરિવારજનોએ બંનેને ઝડપી લીધા બાદ બંનેને ખૂબ માર માર્યો હતો, જ્યારે મહિલાના પતિને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સે થઈ ગયો. જ્યારે તે ઘરે પાછો આવ્યો, ત્યારે તે પત્ની અને તેના પ્રેમીને બળજબરીથી મંદિરમાં લઈ ગયો, જ્યાં તેઓના સમાજની વચ્ચે જ ઘડિયા લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

બંને પ્રેમીયુગલોના લગ્ન બાદ ગામમાંથી તડિપાર કરાયા

પતિએ બંને યુગલોને રંગે હાથે ઝડપી લીધા બાદ મંદિરમાં પ્રેમીયુગલોના જબરદસ્તી લગ્ન કરાવ્યા, આ સમયે ગામના દરેક સદસ્યો અહીં હાજર હતા. અને, ગ્રામજનો અને સમાજની વચ્ચે જ નાલાયક પ્રેમીએ પરિણીતા સાથે લગ્ન કર્યા અને, લગ્ન કરેલી મહિલાની માંગમાં ફરી લાલ સિંદૂર પુર્યું હતું. સમાજની વચ્ચે જ લગ્ન થતાની સાથે સમાજે તેમને ગામમાંથી હાંકી કાંઢયા હતા.

આ સમગ્ર મામલે ગ્રામજનો અને મહિલાના પતિ કંઈપણ કહેવા તૈયાર નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરિણીત મહિલાની માંગ પર તેનો પ્રેમી સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે.આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ મામલે કોઈ ફરિયાદ મળી નથી.

વાયરલ વીડિયો મામલે વધુ કોઇ વિગતો બહાર આવી નથી

મહિલાનો પ્રેમી નવાદાના નારદીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મપના ગઠિયા ગામનો રહેવાસી છે. તે પરિણીત છે અને 3 બાળકોનો પિતા છે. બીજી તરફ મહિલા કહુઆરા ગામની રહેવાસી છે, તેને બે બાળકો પણ છે. અને, સરકારી અધિકારીઓએ વીડિયો મામલે કોઇ ખુલાસો આપ્યો નથી.


Spread the love

Related posts

પંજાબના નાંગલની ફેક્ટરીમાં ગેસ લીકેજ:શાળાના 35 વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ઝપેટમાં આવ્યા, હોસ્પિટલમાં દાખલ; તંત્રએ સમગ્ર વિસ્તારને સીલ કર્યો

Team News Updates

બાગમતી એક્સપ્રેસની ટક્કર તમિલનાડુમાં માલગાડી સાથે : મેઇન લાઈનથી લૂપ લાઈનમાં ઉતરી ગઈ ટ્રેન,12 કોચ પાટા પરથી ઉતરી ગયા, 19 મુસાફરો ઘાયલ

Team News Updates

રાજનાથે કહ્યું- કોઈના પર હુમલો નહીં કરીએ:એક ઇંચ પણ જમીન નહીં છીનવીએ, જમીન, આકાશ કે દરિયામાંથી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપીશું

Team News Updates