News Updates
VADODARA

આર્થિક સંકડામણે પરિવાર વિખેર્યો:વડોદરામાં માતાએ બે દીકરીને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી, બન્ને દીકરીનાં મોત, માતાની હાલત ગંભીર

Spread the love

વડોદરાના કારેલી બાગની અક્ષતા સોસાયટીમાં ડિવોર્સી મહિલાએ બે દીકરીને ઝેરી દવા પાઇ પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં બે દીકરીના મોત થયા છે જ્યારે માતા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

આર્થિક સંકડામણથી પગલું ભર્યાની શંકા
અક્ષતા સોસાયટીમાં રહેતી દક્ષાબેન ચૌહાણ નામની મહિલાએ પોતાની ધો.9માં ભણતી એક દીકરી અને કોલેજમાં ભણતી બીજી દીકરીને ઝેરી દવા પાઇ હતી. બાદમાં દક્ષાબેને પણ ઝેરી દવા પી લીધી હતી. જો કે, બન્ને દીકરીનું મોત નિપજ્યું છે જ્યારે દક્ષાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દક્ષાબેને આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાની શંકા સેવાઇ રહી છે.

ઘટનાને પગલે પોલીસ દોડી
આ ઘટનાને લઈને સોસાયટીમાં રહેતા લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસ દોડી આવી હતી. પોલીસે પરિવારના અન્ય સભ્યોનો નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે. બન્ને દીકરીઓના મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

‘વેલેન્ટાઈન ડેને બનાવ્યો રોટી ડે’:વડોદરામાં એક બે નહીં 300 બાળકોની માતા 5 વર્ષથી આજના દિવસે બાળકોને આપે છે ભોજન, દર રવિવારે મફત શિક્ષણ તો ખરું જ

Team News Updates

વડોદરા મહાનગર સેવા સદન જાગ્યું:VMC દ્વારા ફ્લાયઓવર બ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ, પોલીસ વિભાગને ગુના ઉકેલવામાં ફાયદો

Team News Updates

VADODARA:બ્રિજની સાઈડમાં બેઠેલાઓને કારથી ઉડાડ્યા,બે યુવતીને ઈજા,યુવકનું મોત,પરિવાર દોડી આવ્યો ચાલકને બચાવવા

Team News Updates