News Updates
VADODARA

ચારિત્ર્ય પર શંકા કરી પત્નીના ગળે છરી હુલાવી:વડોદરામાં પિયર ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ઘરમાં ખેંચી લઈ જઈ પતિએ હુમલો કર્યો, બચવા માટે ઉપરના માળેથી કૂદકો માર્યો, લોહીલુહાણ

Spread the love

વડોદરામાં પિયરમાં ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ખેંચીને ઘરે લઈ જઈને પતિએ ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યાં હતા. આ મામલે યુવતીની માતાની ફરિયાદના આધારે વાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવક-યુવતીએ 3 વર્ષ પહેલા ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતા અને બંનેને 2 વર્ષનો પુત્ર પણ છે. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને નોકરી છોડાવી દીધી હતી અને ગઈકાલે રાત્રે પત્ની પર છરી વડે હુમલો કરી દીધો હતો.

બંને દીકરી ભુંગળા લેવા નીકળી
યુવતીની માતાએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી નાની દીકરી પ્રિયા (નામ બદલ્યું છે)એ 3 વર્ષ પહેલા રોહન (નામ બદલ્યું છે) સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. તેને સંતાનમાં એક દીકરો છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ મારી બન્ને દીકરી ટેસ્ટી ભુંગળા લેવા માટે ઘરેથી નિકળી હતી. જો કે, મારી બન્ને દિકરી ઘરે પરત ન આવતા મેં પ્રિયાને ફોન કર્યો હતો. જેથી પ્રિયાએ મને કહ્યું હતું કે, ટેસ્ટી (ભૂગળા) લઈને થોડીવારમાં આવું છું.

ગળાના ભાગે પતિએ હુમલો કર્યો
રાતના 8.45 વાગ્યાની આસપાસ મારા મોબાઇલ પર ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, બાજુવાળો રોહન તમારી દીકરીને માર મારે છે. આ વખતે મારી નાની દિકરીએ પણ મને કહ્યું હતું કે, પ્રિયાને રોહન મારે છે, જેથી હું બરાનપુરા સ્થિત મારા જમાઈના ઘરે ગઈ હતી અને જોયું તો મારી દીકરી પ્રિયા જમીન પર ઢળી પડી હતી અને તેના ગળાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર માર્યું હોવાથી લોહી નીકળતું હતું. આથી 108 એમ્બ્યુલન્સ આવી જતા હું, મારા પતિ તથા મારી નાની દીકરી પ્રિયાને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ મારી દીકરીની સારવાર ચાલુ છે. પરંતુ પ્રિયાને ગળાના ભાગે ઈજા થઈ હોવાથી તે બોલી શકતી નથી.

હુમલો કરી પતિ ભાગી ગયો
મારી નાની દીકરીએ મને જણાવ્યું હતું કે, હું તથા પ્રિયા ટેસ્ટી ભુંગળા લેવા માટે ગયા હતા. આ વખતે રોહન બળિયા દેવના મંદિર પાસે બાઈક લઈને આવ્યો હતો અને મને તથા પ્રિયાને તેના ઘરે બરાનપુરા ખાતે લઈ ગયો હતો. બાદમાં રોહને પ્રિયાને ખેંચીને ઉપરના માળે લઈ જઈ ઝઘડો કરતો હતો. જેથી પ્રિયાએ બૂમાબૂમ કરી હતી. આથી હું ગભરાઈ ગઈ હતી અને પ્રિયા ઉપરના માળેથી કૂદીને નીચે પડી હતી અને રોહન તેનું બાઈક લઈને નાસી ગયો હતો. પ્રિયાને રોહને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે તથા જમણાં હાથે અને પેટની ઉપરના ભાગે હથિયાર માર્યુ હોવાથી લોહી નીકળતું હતું. મારી દીકર પ્રિયા અને મારા જમાઇ રોહન વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોવાથી મારી દીકરી પ્રિયા છેલ્લા એકાદ માસથી મારા ઘરે રહેતી હતી.

પતિ સામે ફરિયાદ
આ મામલે યુવતીના માતાએ જમાઈ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. વાડી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી જમાઈની પણ શોધખોળ શરૂ કરી છે.


Spread the love

Related posts

MSUને JNU સાથે સરખાવવાનો વિવાદ:નવા વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા માફી માંગે કે પદ પરથી રાજીનામુ આપે તેવી વિદ્યાર્થી વિકાસ સંઘે ઉગ્ર માંગ કરી

Team News Updates

શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી:વડોદરાના દાંડિયા બજાર-અકોટા બ્રિજ પર મોડી રાત્રે જનરેટર મૂકેલો ટેમ્પો પલટી જતા અફરા-તફરી

Team News Updates

‘વેલેન્ટાઈન ડેને બનાવ્યો રોટી ડે’:વડોદરામાં એક બે નહીં 300 બાળકોની માતા 5 વર્ષથી આજના દિવસે બાળકોને આપે છે ભોજન, દર રવિવારે મફત શિક્ષણ તો ખરું જ

Team News Updates