News Updates
GUJARATRAJKOT

રાજકોટની આજીડેમ પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી: પી.આઈ. એલ.એલ. ચાવડાને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો રૂ. ૫ હજારનો દંડ

Spread the love

ભક્તિનગર પોલીસમાં ફરજ દરમિયાન અરજદારની આર.ટી.આઈ. અરજીની કાર્યવાહીમાં બેદરકારી બદલ આયોગે લીધા કડક પગલાં

રાજકોટની આજીડેમ પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી છે જેમાં અગાઉ ભક્તિનગર પોલીસમાં સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. એલ.એલ. ચાવડાને ગુજરાત માહિતી આયોગે જાહેર માહિતી અધિકાર ૨૦૦૫ હેઠળ માંગવામાં આવેલી માહિતીઓ સમયસર પુરી ન પડતા તેમજ નિયમ અનુસાર કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા દંડ ફટકાર્યો છે. આ બાબતમાં અરજદારે ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે આર.ટી.આઈ. અરજી બાબતે બીજી અપીલ દાખલ કરી હતી જેમાં બીજી અપીલની બે સુનવણીઓ ચાલી હતી. આ અપીલમાં અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ માહિતી આયોગના નિયમોને ધ્યાને રાખી આયોગ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.એલ. ચાવડાને બેદરકારી બદલ રૂપિયા ૫,૦૦૦ નો દંડ ફટકારતા રાજકોટની આજીડેમ પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટાના એક આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસમાં જાહેર માહિતી અધિકાર ૨૦૦૫ હેઠળ જાહેર માહિતી માટેની એક અરજી જુલાઈ ૨૦૨૨ માં કરી હતી જેમાં માહિતીની અરજી કર્યા બાદ નિયત દિવસોમાં માહિતી કે કોઈપણ જવાબ ન આવતા અરજદાર દ્વારા રાજકોટ મદદનીશ પોલીસ કમિશનર, પૂર્વ વિભાગ ટ્રાફિક ભવન આજીડેમ ચોકડી ખાતે પ્રથમ અપીલ દાખલ કરી હતી જેમાં પ્રથમ અપીલ અધિકારીએ સુનાવણી બાદનો હુકમ કર્યા હોવા છતાં પણ જાહેર માહિતી અધિકારીએ કોઈપણ પ્રકારનો જવાબ કે જવાબી પત્ર અરજદારને નિયમ અનુસાર નહીં લખતા કે જવાબ આપતા અરજદાર દ્વારા આ સમગ્ર મામલે નારાઝ થઈને ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે બીજી આપીલ દાખલ કરી હતી. આ અપીલમાં અરજદાર તરફથી રજૂ કરેલા પુરાવા તેમજ તેઓની રજૂઆત અને જાહેર માહિતી અધિકારી તેમજ અપીલ અધિકારીની કામગીરી અંગે આયોગે ગંભીરતા પૂર્વક નિરીક્ષણ કરી ન્યાયિક પ્રક્રિયા કરતા હાલ આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને અગાઉ ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા જાહેર માહિતી અધિકારી એવા પી.આઈ. એલ.એલ. ચાવડાને રૂપિયા ૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે અને સાથે જ અરજદારને માહિતી પૂરી પાડવા માટેનો પણ ન્યાયિક હુકમ આયોગ દ્વારા કર્યો છે.

જાહેર માહિતી અધિકાર ૨૦૦૫ ના નિયમ હેઠળ અરજદારો જાહેર માહિતીઓ માંગવામાં આવતી હોય છે પરંતુ ઘણા જાહેર માહિતી અધિકારીઓ આ નિયમને રમત સમજી અરજદારોને હેરાન, પરેશાન કરવા અને માહિતી ન આપવાના ઈરાદાથી તેમજ માહિતી છુપાવવાના ઇરાદાથી માહિતીઓ કે જવાબો ન આપતા હોય. પરંતુ આવા અધિકારીઓ સામે ગુજરાત માહિતી આયોગ દ્વારા કડક પગલાં લેવાતા હોય છે ત્યારે આવા જ કડક પગલાં પી.આઈ. એલ એલ. ચાવડા સામે લેતા રાજકોટ પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ પણ ઉપલેટા કોર્ટ દ્વારા આજીડેમ પોલીસને રૂપિયા ૧૦ હજાર નો દંડ ફટકાર્યો હતો ત્યારે ફરી આજીડેમ પોલીસ વિવાદમાં આવી છે. બેદરકારી બદલ ગુજરાત માહિતી આયોગે કરેલ હુકમમાં દંડની રકમ ભરવા માટેનો હુકમ કર્યો છે અને જો દંડની રકમ ૧૫ દિવસમાં ન ભરવામાં આવે તો પી.આઈ. એલ.એલ. ચાવડાના પગારમાંથી દંડની રકમ વસૂલ કરવા માટેનો પણ રાજકોટ પોલીસ કમિશનરને પણ હુકમ કર્યો છે.
(રાજકોટ)


Spread the love

Related posts

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને પહેલાં મહિલા કુલપતિ મળ્યાં, ડો. નીરજા ગુપ્તાની :પસંદગીઆખરે કુલપતિની શોધ પૂરી થઈ

Team News Updates

Google Chrome દેશ માટે ખતરો ! સરકારે આપી ગંભીર ચેતવણી

Team News Updates

30 પછી રહેવું હોય સ્વસ્થ, તો મહિલાઓ જરૂર કરાવે આ ટેસ્ટ

Team News Updates