News Updates
RAJKOT

કોંગ્રેસની CPને રજૂઆત:મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાનું વાવેતર મળવા અંગે જવાબદારો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહીની માગ કરાઈ

Spread the love

રાજકોટની મારવાડી યુનિવર્સિટીનાં કેમ્પસમાંથી મળી આવેલા છોડ ગાંજાના હોવાનું એફએસએલ રિપોર્ટમાં સાબિત થયું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને રાજુઆટકારવામાં આવી હતી. જેમાં યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાના આ કૌભાંડને ગંભીરતા પૂર્વક લઈને કડક પગલાં લેવાની માંગ કોંગ્રેસે કરી હતી. તેમજ યુનિવર્સિટીના સંચાલક, કુલપતિ, હોસ્ટેલના રેક્ટર સહીત જે જે મેનેજમેન્ટના લોકો જવાબદાર હોય તેની સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ દાખલા રૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટીમાંથી અંદાજે 100 દિવસ પહેલા ગાંજાની ખેતી ઝડપાઈ હતી. આ મામલે ગૃહમંત્રીનાં આદેશ બાદ પોલીસ કમિશ્નરે તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. હાલ ગાંજાનાં વાવેતર અંગે એફએસએલનો રિપોર્ટ આવી ચુક્યો છે. જેમાં પણ આ વાવેતર ગાંજાનું હોવાનું સાબિત થયું છે. શૈક્ષણિક જગતને લાંછન લગાવતી આ ઘટના છે. વિધાના ધામમાં ગાંજાની ખેતી થવાથી મોટી શરમજનક ઘટના કોઈ ન હોય શકે.

આ બાબતે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને રજૂઆત કરવામાં આવી છે. જેમાં ફરિયાદ નોંધ્યા બાદ તપાસ પારદર્શક અને નિષ્પક્ષ રીતે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ખરાઈ કરી કરવાની માંગ કરાઈ છે. તેમજ જવાબદાર તમામ લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. હાલ આ ઘટનામાં પરપ્રાંતીય મજૂરો ઉપર દોષ ટોપલો ઢોળીને જવાબદાર લોકો બચી જશે તેવી ચર્ચાઓએ જોર પકડતા તપાસ કમિટી દ્વારા યુનિવર્સિટીના સંચાલક, કુલપતિ, હોસ્ટેલના રેક્ટર સહીત મેનેજમેન્ટના જે માણસો આ અંગે જવાબદાર ઠરે તેઓ ઉપર પણ એન્ટી નાર્કોટિક્સ, NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આજનું યુવાધન નશાકારક પદાર્થોના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે. તેમાં પણ વિદ્યાનાં ધામ સમાન મારવાડી યુનિવર્સિટી કે જ્યાં 54 દેશના છાત્રો અભ્યાસ કરે છે. અને હોસ્ટેલમાં રહે છે. ત્યાં ગાંજાનું વાવેતર સામે આવવું ગંભીર બાબત છે. યુનિવર્સિટીના સંચાલક, કુલપતિ, હોસ્ટેલના રેક્ટર સહીત મેનેજમેન્ટના લોકોની સંડોવણી વિના આ વાવેતર કરવું શક્ય નથી. ત્યારે આ મામલે જવાબદારો સામે ગુનો નોંધીને કડકમાં કડક પગલાં લેવાય તે જરૂરી છે. અન્ય બધી શૈક્ષણિક સંસ્થાઓ આવી અતિગંભીર ઘટનાઓ અંગે સંજ્ઞાન લઇ શકે તેવી ઉદાહરણરૂપ કડક કાર્યવાહી આ મામલે થાય તે જરૂરી બન્યું છે.


Spread the love

Related posts

હનીટ્રેપમાં વોટ્સએપથી લઈ મળવા સુધીની કહાણી:જસદણના વેપારીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવા ટોળકીએ ધમકી આપી 3 લાખ પડાવ્યા, બે મહિલા સહિત સાતની ધરપકડ

Team News Updates

રંગીલા રાજકોટમાં એક્વા યોગા:3 સ્વિમિંગ પૂલમાં રાજકોટિયન 200 મહિલાઓએ યોગ કર્યા, 8 વર્ષથી માંડી 75 વર્ષના વૃદ્ધા જોડાયા

Team News Updates

60 કરોડના ખર્ચે બનતાં ઓવરબ્રિજનો ડ્રોન નજારો, સપ્ટેમ્બરમાં લોકાર્પણ, 50 હજાર વાહનચાલકો માટે ટ્રાફિક સમસ્યા હળવી બનશે:રાજકોટની બદલાતી ‘સૂરત’

Team News Updates