News Updates
NATIONAL

કાનપુરની સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું મર્ડર:ક્લાસમેટે ક્લાસમાં જ તેનાં પેટ અને ગળામાં છરી મારી; 2 દિવસ પહેલાં ઝઘડો થયો હતો

Spread the love

કાનપુરની એક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીની તેના જ ક્લાસમેટે ચાકુ મારીને હત્યા કરી નાખી છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઓળખ નીલેન્દ્ર તિવારી (15) તરીકે થઈ છે. તે બિધાનુ વિસ્તારના ન્યુ આઝાદ નગરમાં પ્રયાગ વિદ્યા મંદિર ઇન્ટર કોલેજમાં ધોરણ 10 વિભાગ Aમાં અભ્યાસ કરતો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે નીલેન્દ્ર તિવારી (15)નો શનિવારે કોઈ વાતને લઈને ક્લાસમેટ સાથે ઝઘડો થયો હતો. વિવાદમાં સાથી વિદ્યાર્થીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. બંને વિદ્યાર્થીઓ સોમવારે શાળાએ પહોંચ્યા હતા. આ પછી ફરી એકવાર બંને વચ્ચે ઝઘડો શરૂ થયો.

આરોપી વિદ્યાર્થી બેગમાં છરી લાવ્યો હતો. બેગમાંથી છરી કાઢીને તેણે નીલેન્દ્રના પેટ અને ગળા પર અનેક વાર કર્યા હતા. ક્લાસમાં હાજર દરેક વિદ્યાર્થીઓ બૂમો પાડવા લાગ્યા અને ત્યાં ભાગદોડ મચી ગઈ.

શાળાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યાં નીલેન્દ્ર તિવારી લોહીથી લથપથ જમીન પર પડેલો હતો. ઉતાવળમાં તેને પહેલા બિધાનુની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યારે તેની હાલત ગંભીર બનતા તેને હેલેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

વીડિયોમાં આરોપી વિદ્યાર્થીને બાંધેલો જોવા મળે છે
પોલીસ સ્કૂલે પહોંચી અને આરોપી વિદ્યાર્થીની પૂછપરછ શરૂ કરી. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીને બેન્ચના પાયા સાથે દોરડાથી બાંધવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. તેણે નીલેન્દ્રની હત્યા શા માટે કરી? આનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

શાળાનાં બાળકોને સુરક્ષિત ઘરે મોકલવામાં આવ્યાં
હત્યાકાંડ બાદ શાળાનાં બાળકોને સલામત રીતે ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે વર્ગમાં કોઈ શિક્ષક હાજર ન હતા. પોલીસ શાળાના સીસીટીવી ચેક કરી રહી છે. આ સાથે સ્ટાફનાં નિવેદન પણ લેવામાં આવી રહ્યાં છે.


Spread the love

Related posts

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સ્ટેટ મોનિટરીંગ સેલના બે દરોડા, 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

Team News Updates

બિહારની બાગમતી નદીમાં બોટ ડૂબી ગઈ, 13 ગુમ:30થી વધુ બાળકો બોટમાં બેસીને સ્કૂલે જતાં હતાં, 20ને બચાવાયાં

Team News Updates

ફાર્માસિસ્ટની દીકરી બની IAS ઓફિસર, કોચિંગ વગર પાસ કરી UPSC પરીક્ષા

Team News Updates