News Updates
RAJKOT

લાલચ આપી  IPO માં રોકાણથી સારા વળતરની ;કારખાનેદાર સાથે.8.75 કરોડની ઠગાઇ

Spread the love

પોતાની કંપનીનો IPO લાવવો હોય મરચન્ટ બેંકરનો સંપર્ક કરતા તેણે પુત્ર સાથે મળી છેતરપિંડી કરી

રાજકોટમાં રહેતા અને ભાગીદારી કંપની ધરાવતા કારખાનેદારને ચોક્કસ કંપનીના આઇપીઓમાં રોકાણથી સારું વળતર મળશે તેવી લાલચ આપી કલકતાના પિતા-પુત્ર સહિત ત્રણે રૂ.8.75 કરોડની છેતરપિંડી આચરી હતી, કારખાનેદાર પોતાની કંપનીનો આઇપીઓ લાવવાની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે આરોપીઓનો ભેટો થતાં તેણે નાણાં ગુમાવ્યા હતા.

યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ પાસે રહેતા અને યુનિવર્સિટી રોડ પર શિવાલિક-2માં ઓફિસ ધરાવતા અશોકભાઇ માવજીભાઇ દુધાગરા (ઉ.વ.50)એ ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કલકતાના કમલ જવરલાલ કોઠારી, તેના પુત્ર આનંદ કોઠારી તથાં લિપિકા ભટ્ટાચાર્યના નામ આપ્યા હતા. અશોકભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોટન યાનનું ટ્રેડિંગનું કામ કરે છે, અગાઉ એન્જલ ફાયબર લિમિટેડ નામની ફેક્ટરી કાલાવડમાં હતી અને તેમાં કોટનના દોરા બનાવવાનું કામ થતું હતું. વર્ષ 2018માં એન્જલ ફાયબર લિમિટેડ નામની પોતાની પેઢીનો આઇપીઓ લાવવો હોય તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.જી.ઉનડકટ મારફત મર્ચન્ટ બેન્કર તરીકે કમલ કોઠારીનો સંપર્ક થયો હતો, એન્જલ ફાયબરના આઇપીઓ માટે બોમ્બે એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું હતું અને તેમની પેઢીના આઇપીઓ લીડ મેનેજર તરીકે ગીનીસ સિક્યુરિટી મુંબઇ-કલકતાના માલિક કમલ કોઠારી હતા અને તેમની ઓફિસ મુંબઇમાં આવેલી છે. કમલ કોઠારી સાથે તેનો પુત્ર આનંદ કોઠારી પણ સાથે ઓફિસમાં બેસતો હતો. આરોપી પિતા-પુત્રએ અશોકભાઇ દુધાગરાને કહ્યું હતું કે, અમે અલગ-અલગ કંપનીના આઈપીઓ લાવવાના છીએ અને તેમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેથી અશોકભાઇએ ડિસ્પ્લે કોમર્શિયલ પ્રા.લી. તથા પાર્ટન ટ્રેડર્સ પ્રા.લી.માં રૂ.8.75 કરોડનું રોકાણ કર્યું હતું.

પોણા નવ કરોડના રોકાણ સામે પાર્ટન ટ્રેડર્સની લિપિકા ભટ્ટાચાર્યએ 10 ચેક રૂ.3 કરોડના સિક્યુરિટી પેટે આપ્યા હતા, ત્યારબાદ અશોકભાઇને ધંધા માટે વ્હાઇટની મૂડીની જરૂરિયાત ઊભી થતાં તેણે કમલ કોઠારીને વાત કરતાં કમલ કોઠારીએ આંગડિયાથી મને નાણા મોકલો હું બેંકથી રકમ પરત કરીશ તેમ કહેતા અશોકભાઇએ સગા સંબંધીઓ પાસેથી નાણાં મેળવી કમલ કોઠારીને મોકલ્યા હતા, બાદમાં અશોકભાઇએ પોતાના રોકાણ અને વળતર સહિતની રકમની ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ કમલ અને તેનો પુત્ર દર વખતે અલગ અલગ બહાના આપતા હતા, લિપિકા ભટ્ટાચાર્યએ આપેલા ચેક અશોકભાઇએ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા તો લિપિકાના બેન્ક એકાઉન્ટમાં 3 કરોડની રકમ જમા નહી હોવાનું જાણવા મળ્યું હતું આમ, કમલ કોઠારી, તેનો પુત્ર આનંદ કોઠારી અને લિપિકાએ કાવતરું રચી અશોકભાઇ દૂધાગરા પાસેથી રૂ.8.75 કરોડ ખંખેરી લઇ છેતરપિંડી આચરી હતી.રાજકોટમાં રહેતા અને ભાગીદારી કંપની ધરાવતા કારખાનેદારને ચોક્કસ કંપનીના આઇપીઓમાં રોકાણથી સારું વળતર મળશે તેવી લાલચ આપી કલકતાના પિતા-પુત્ર સહિત ત્રણે રૂ.8.75 કરોડની છેતરપિંડી આચરી હતી, કારખાનેદાર પોતાની કંપનીનો આઇપીઓ લાવવાની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે આરોપીઓનો ભેટો થતાં તેણે નાણાં ગુમાવ્યા હતા.

યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ પાસે રહેતા અને યુનિવર્સિટી રોડ પર શિવાલિક-2માં ઓફિસ ધરાવતા અશોકભાઇ માવજીભાઇ દુધાગરા (ઉ.વ.50)એ ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કલકતાના કમલ જવરલાલ કોઠારી, તેના પુત્ર આનંદ કોઠારી તથાં લિપિકા ભટ્ટાચાર્યના નામ આપ્યા હતા. અશોકભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોટન યાનનું ટ્રેડિંગનું કામ કરે છે, અગાઉ એન્જલ ફાયબર લિમિટેડ નામની ફેક્ટરી કાલાવડમાં હતી અને તેમાં કોટનના દોરા બનાવવાનું કામ થતું હતું. વર્ષ 2018માં એન્જલ ફાયબર લિમિટેડ નામની પોતાની પેઢીનો આઇપીઓ લાવવો હોય તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.જી.ઉનડકટ મારફત મર્ચન્ટ બેન્કર તરીકે કમલ કોઠારીનો સંપર્ક થયો હતો, એન્જલ ફાયબરના આઇપીઓ માટે બોમ્બે એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું હતું અને તેમની પેઢીના આઇપીઓ લીડ મેનેજર તરીકે ગીનીસ સિક્યુરિટી મુંબઇ-કલકતાના માલિક કમલ કોઠારી હતા અને તેમની ઓફિસ મુંબઇમાં આવેલી છે. કમલ કોઠારી સાથે તેનો પુત્ર આનંદ કોઠારી પણ સાથે ઓફિસમાં બેસતો હતો. આરોપી પિતા-પુત્રએ અશોકભાઇ દુધાગરાને કહ્યું હતું કે, અમે અલગ-અલગ કંપનીના આઈપીઓ લાવવાના છીએ અને તેમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેથી અશોકભાઇએ ડિસ્પ્લે કોમર્શિયલ પ્રા.લી. તથા પાર્ટન ટ્રેડર્સ પ્રા.લી.માં રૂ.8.75 કરોડનું રોકાણ કર્યું હતું.

પોણા નવ કરોડના રોકાણ સામે પાર્ટન ટ્રેડર્સની લિપિકા ભટ્ટાચાર્યએ 10 ચેક રૂ.3 કરોડના સિક્યુરિટી પેટે આપ્યા હતા, ત્યારબાદ અશોકભાઇને ધંધા માટે વ્હાઇટની મૂડીની જરૂરિયાત ઊભી થતાં તેણે કમલ કોઠારીને વાત કરતાં કમલ કોઠારીએ આંગડિયાથી મને નાણા મોકલો હું બેંકથી રકમ પરત કરીશ તેમ કહેતા અશોકભાઇએ સગા સંબંધીઓ પાસેથી નાણાં મેળવી કમલ કોઠારીને મોકલ્યા હતા, બાદમાં અશોકભાઇએ પોતાના રોકાણ અને વળતર સહિતની રકમની ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ કમલ અને તેનો પુત્ર દર વખતે અલગ અલગ બહાના આપતા હતા, લિપિકા ભટ્ટાચાર્યએ આપેલા ચેક અશોકભાઇએ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા તો લિપિકાના બેન્ક એકાઉન્ટમાં 3 કરોડની રકમ જમા નહી હોવાનું જાણવા મળ્યું હતું આમ, કમલ કોઠારી, તેનો પુત્ર આનંદ કોઠારી અને લિપિકાએ કાવતરું રચી અશોકભાઇ દૂધાગરા પાસેથી રૂ.8.75 કરોડ ખંખેરી લઇ છેતરપિંડી આચરી હતી.

Spread the love

Related posts

12 વર્ષની સાળી ઉપર જીજાએ નજર બગાડી,સાળાને જાણ થતા બનેવી સામે ફરિયાદ નોંધાવી, બીભત્સ માંગણીઓ કરી;બહેનનું લગ્નજીવન ટકાવવા સગીરાએ…!

Team News Updates

રૂ. 2.46 કરોડનાં ખર્ચે રમત-ગમતના મેદાનો બનશે,રાજકોટના 11 તાલુકામાં ખેલકૂદના મેદાનો:લોધિકા, પડધરી, જામકંડોરણા, ઉપલેટા, કોટડા સાંગાણીમાં….

Team News Updates

આંબેડકર જયંતીની પોલીસ-લોકો વચ્ચે બોલાચાલી:સ્ટંટ કરી રહેલા યુવકોને અટકાવતા ઘર્ષણ

Team News Updates