News Updates
AHMEDABAD

Ahmedabad police: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો, અગાઉ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા

Spread the love

નવા કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક 4, જાન્યુઆરી 1994 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. મલિકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં અગાઉ ફરજ બજાવી હતી.

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના એડીજીપી તરીકેની ફરજનો ચાર્જ ગત શુક્રવારે છોડ્યો હતો. ત્યાર બાદ તેઓ સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા અને પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરીએ જીએસ મલિકે પહોંચીને ચાર્જ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. નવા પોલીસ કમિશ્નર કચેરી ખાતે હાજર થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.

નવા કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક 4, જાન્યુઆરી 1994 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. મલિકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં અગાઉ ફરજ બજાવી હતી. તેઓ લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા અને રાજ્ય સરકારે અમદાવાદ કમિશ્નર તરીકે તેમની નિમણૂંક કરી હતી. આ પહેલા સિટી ક્રાઈમના જેસીપી પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ હતો. જેમની બદલી અમદાવાદ રેન્જ આઈજી તરીકે કરવામાં આવી છે.


Spread the love

Related posts

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સાવધાન:GSEB દ્વારા 33 ગુના માટે 33 સજા જાહેર; પરિણામ રદ કરવાથી લઈ પોલીસ ફરિયાદ પણ થઈ શકે, જાણો વિગતવાર

Team News Updates

અમારા આદેશ આખા દેશને લાગુ પડશે :કોર્ટે કહ્યું- ભારત બિનસાંપ્રદાયિક દેશ છે

Team News Updates

ઉત્તર પૂર્વીય, દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી:રાજસ્થાનમાં સર્જાયેલું દક્ષિણ પૂર્વીય સર્ક્યુલેશન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ અને માવઠાનું કારણ

Team News Updates