નવા કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક 4, જાન્યુઆરી 1994 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. મલિકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં અગાઉ ફરજ બજાવી હતી.
અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના એડીજીપી તરીકેની ફરજનો ચાર્જ ગત શુક્રવારે છોડ્યો હતો. ત્યાર બાદ તેઓ સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા અને પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરીએ જીએસ મલિકે પહોંચીને ચાર્જ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. નવા પોલીસ કમિશ્નર કચેરી ખાતે હાજર થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.
નવા કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક 4, જાન્યુઆરી 1994 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. મલિકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં અગાઉ ફરજ બજાવી હતી. તેઓ લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા અને રાજ્ય સરકારે અમદાવાદ કમિશ્નર તરીકે તેમની નિમણૂંક કરી હતી. આ પહેલા સિટી ક્રાઈમના જેસીપી પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ હતો. જેમની બદલી અમદાવાદ રેન્જ આઈજી તરીકે કરવામાં આવી છે.