News Updates
AHMEDABAD

વડાપ્રધાનની ડીગ્રી માગવાનો વિવાદ:ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસ, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરાવવા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

Spread the love

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ સામે સમન્સ નીકાળી ચૂકી છે. વળી, યુનિવર્સિટીના વકીલે બંને આરોપી કોર્ટમાં ઉપસ્થિત ન થતા વોરન્ટ કાઢવાની માગ કરાઈ હતી. જેની સામે રાહત મેળવવા બંને આરોપી સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી ગયા હતા. જ્યાંથી પણ તેમને રાહત મળી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું. જેથી આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોને સાંભળીને સિટી સિવિલ કોર્ટને 10 દિવસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી પર નિર્ણય લેવા કહ્યું હતું. આ મુદ્દે ચુકાદો આપતાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવીઝન અરજી ફગાવી દીધી હતી. જેથી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે હવે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરાવવા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

બન્નેએ કોર્ટમાં ઉપસ્થિત રહેવપં નહીં પડે
ઉલ્લેખનીય છે કે, 23 સપ્ટેમબરની મેટ્રો કોર્ટની મુદતમાં હવે આગળની કાર્યવાહી ચાલવાની છે. જેમાં સાક્ષીઓ તપાસવાની કાર્યવાહી આગળ હાથ ધરાશે. જેથી બંને અરજદારોએ મેટ્રો કોર્ટની સુનાવણી પહેલા 21 તારીખે હાઈકોર્ટમાં સુનાવણી રાખવા વિનંતી કરી હતી. જોકે, જજ સમીર દવેએ જણાવ્યું હતું કે, રજિસ્ટ્રીમાં પાક્કો નંબર પડ્યા બાદ કેસ લીસ્ટ થશે ત્યારે જ તેમને સાંભળવામાં આવશે. મેટ્રો કોર્ટમાં બંને આરોપીઓના વકીલે અંડરટેકિંગ આપતા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં ઉપસ્થિત રહેવું નહીં પડે. પરંતુ હવે કેસ 23 તારીખે મેટ્રો કોર્ટમાં ચાલે તેવી શક્યતા વધી ગઈ છે.

સ્ટેટ કોઈ વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે નહીં
અગાઉ સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી પર અરજદારો તરફે રજૂઆત કરાઈ હતી કે, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે મેટ્રો કોર્ટે ખોટા સમન્સ નીકળ્યા છે. તેના ગ્રાઉન્ડ યોગ્ય નથી. કારણ કે, ગુજરાત યુનવર્સિટી સરકારી સંસ્થા છે. તે સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહીં. એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે છે. સ્ટેટ કોઈ વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે નહીં. જ્યારે આજે યુનિવર્સિટીના વકીલે દાવો કર્યો હતો કે, યુનિવર્સિટી વૈદ્યાનિક સંસ્થા છે. તેને રાજ્યએ ઊભી કરી છે, પણ તે સંપૂર્ણ રીતે રાજ્ય નથી. યુનિવર્સિટી કોઈ કોન્ટ્રાક્ટ આપે અને તેનો ભંગ થયા તો યુનિવર્સિટી કેસ કરી શકે છે. આ માટે યુનિવર્સિટીના વકીલે સુપ્રીમ કોર્ટના સાત જજના બેંચના ચુકાદાને ટાંક્યો હતો.

યુનિવર્સિટીએ મેટ્રો કોર્ટ સમક્ષ યોગ્ય પૂરાવા મૂક્યા નથી
અરજદારોના વકીલે સેશન્સની સુનાવણીમાં કહ્યું હતું કે, યુનિવર્સિટીએ મેટ્રો કોર્ટ સમક્ષ યોગ્ય પૂરાવા મૂક્યા નથી. જે વીડિયો ટ્રાયલ કોર્ટ સમક્ષ મૂકાયા છે, તેને ચકાસવામાં આવ્યા નથી. બંને આરોપીઓના ટ્વીટર હેન્ડલ વેરિફાય કરાયા નથી. વળી જે લોકો સાક્ષી બન્યા છે તે યુનિવર્સિટીના જ કર્મચારીઓ છે. આ મુદ્દે યુનિવર્સિટીના વકીલે દલીલ કરી હતી કે, સંપૂર્ણ વીડિયો મેટ્રો કોર્ટે જોયા છે. ચાર સાહેદો ચકાસ્યા છે. ત્યારબાદ આરોપીઓ સામે સમન્સ નીકળ્યા છે. વળી રિવીઝન અરજીમાં પૂરાવા ઉપર પ્રશ્ન ન ઉઠાવી શકાય, તે મુદ્દે ટ્રાયલ કોર્ટ નિર્ણય કરશે.

બંને આરોપીએ અલગ-અલગ પ્રેસ કરી હતી
આરોપીઓ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, બંને આરોપીએ અલગ-અલગ પ્રેસ કરી હતી. તેનો સમયગાળો પણ અલગ-અલગ હતો. તેમ છતાંય બંને સામે એક ફરિયાદ કરવામાં આવી. યુનિવર્સિટીના વકીલે દલીલ કરી હતી કે, હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રી પર ચુકાદો આપ્યા બાદ બંને બીજા જ દિવસે એક બાદ એક પ્રેસ કરી હતી. વળી, વડાપ્રધાનની ડિગ્રી મુદ્દે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનરના આદેશ પગલે યુનિવર્સિટી જ હાઈકોર્ટે ગઈ હતી.


Spread the love

Related posts

દારૂ સંતાડવાનું હાઇડ્રોલિક ભોંયરું:અમદાવાદમાં ઓઢવ, સોલા, નિકોલ, ઉસ્માનપુરા અને કૃષ્ણનગરમાં દારૂના અડ્ડા પર SMC ત્રાટકી, પોલીસ ઊંઘતી ઝડપાઇ

Team News Updates

Ahmedabad:અદભુત શણગાર કરવામાં આવ્યા ભગવાનને ચંદન અને પુષ્પના, ભગવાનને ઠંડકનો અનુભવ અસહ્ય ગરમીમાં  શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર

Team News Updates

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ:તથ્ય પટેલનો કેસ આગામી સપ્તાહે સેશન્સ કમિટ થશે, અરજી તૈયાર, બેથી ત્રણ મુદતમાં ચાર્જ ફ્રેમ પ્રક્રિયા હાથ ધરાશે

Team News Updates