News Updates
ENTERTAINMENT

15 નહીં, 14 ઓક્ટોબરે મેચ, વર્લ્ડ કપના 2 સ્થળો બદલવાની પાકિસ્તાનની માગ ICC-BCCIએ ફગાવી

Spread the love

ODI વર્લ્ડ કપમાં 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ હવે 14 ઓક્ટોબરે રમાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તારીખ બદલવા માટે રાજી થઈ ગયું છે.

શ્રીલંકા સામેની પાકિસ્તાનની મેચની તારીખ પણ બદલવામાં આવી છે. આ મેચ 12 ઓક્ટોબરે રમાવાની હતી. હવે આ મેચ 10 ઓક્ટોબરે રમાશે. આ ફેરફારને કારણે પાકિસ્તાનને ભારત સામેની મેચ પહેલાં 3 દિવસનો ગેપ મળશે.

ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી રમાશે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જૂનના અંતમાં તેનું શિડ્યૂલ જાહેર કર્યું હતું. અન્ય ટીમોની કેટલીક મેચોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. ICC ટૂંક સમયમાં નવું શિડ્યૂલ જાહેર કરશે.

સુરક્ષાના કારણોસર તારીખ બદલવામાં આવી રહી છે
અમદાવાદમાં 15 ઓક્ટોબરે યોજાનારી મેચ અંગે સુરક્ષા એજન્સીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. એજન્સીઓએ કહ્યું હતું કે આ તારીખ નવરાત્રિનો પ્રથમ દિવસ હશે. આવી સ્થિતિમાં પૂરતી સુરક્ષા આપવામાં સમસ્યા આવી શકે છે. આ પછી ICC અને BCCIએ પાકિસ્તાન બોર્ડનો સંપર્ક કર્યો અને 2 ગ્રૂપ મેચોની તારીખ બદલવાની વાત કરી.

ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે
ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાની મેચની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે વિરુદ્ધ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ 8 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં આમને-સામને થશે.

વર્લ્ડ કપનાં 2 સ્થળો બદલવાની પાકિસ્તાનની માગ ફગાવી દેવામાં આવી
પાકિસ્તાન 2023 ODI વર્લ્ડ કપમાં તેની બે લીગ મેચનું સ્થળ બદલવા માંગતું હતું, પરંતુ અહેવાલો અનુસાર, ICC અને BCCIએ તેની માગને ફગાવી દીધી છે. આ માગને નકારી કાઢવાનો આધાર એ છે કે પાકિસ્તાને જણાવ્યું નથી કે તે સ્થળ શા માટે બદલવા માગે છે.


Spread the love

Related posts

169 કરોડ રૂપિયા મળશે;19 વર્ષ પછી રિંગમાં પ્રવેશ કર્યો, 31 વર્ષ નાના ખેલાડી સામે હાર્યો

Team News Updates

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓપનરોમાં બે ભારતીય, જાણો કોણ છે ટોપ-5માં

Team News Updates

‘ધ કેરલ સ્ટોરી’ પછી અદા શર્માની આગામી ફિલ્મ, એક દમદાર પોલીસની ભૂમિકામાં જોવા મળશે

Team News Updates