News Updates
SURAT

સુરતમાં બે વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

Spread the love

સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

આરોપી ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર
27 ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી. આ કેસમાં બે દિવસ પહેલા જ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 23 વર્ષના નરાધમ ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો.

રમાડવાના બહાને આરોપી બાળકીને લઈ ગયો
ઈસ્માઈલ બાળકીને અવારનવાર રમાડવા લઈ જતો હતો. રમાડવાના બહાને યુસુફ બાળકીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી. ઈસ્માઈલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. ઈસ્માઈલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભીના ભાગને કઈ રીતે ડેમેજ કરાઇ તેના વીડિયો પણ જોયા હતા.


Spread the love

Related posts

સુરત : વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે 5 બાળકો સહીત 10 લોકોની તબિયત લથડી

Team News Updates

SURAT:અડપલા જાહેરમાં ચોકલેટ ખરીદવા ગયેલી બાળકી સાથે:10 વર્ષની બાળકીની છેડતી કરી લિંબાયતમાં કરિયાણાના 65 વર્ષીય વેપારીએ 

Team News Updates

 આકાશી નજારો બેટમાં ફેરવાયેલ ગામનો:  90 પરિવારોને સ્થળાંતરિત કરાયા, બત્રીસ ગંગા ખાડી ગાંડીતૂર બનતા બલેશ્વર-કુંભારિયા પાણી પાણી

Team News Updates