News Updates
GUJARAT

વલસાડમાં ઘરની બારી પાસે ઊંઘી રહેલા આધેડની આંખો પર એસિડ નખાયું, ચિકલીગર ગેંગનો હાથ હોવાની આશંકા

Spread the love

વલસાડ શહેરના મોગરાવાડી ખાતેના અંબુનગર વિસ્તારમાં રહેતા એક આધેડ પર એસિડ એટેકની ઘટના બનતા ચકચાર મચી છે. ચિકલીગર ગેંગના સભ્યોએ આ હુમલો કર્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વલસાડના અંબુનગર વિસ્તારમાં રહેતા એક આધેડ પોતાના ઘર પર ગતરાત્રિએ ઊંઘી રહ્યા હતા ત્યારે ઘરની બારીમાંથી અજાણ્યા શખ્સોએ તેમના પર એસિડ ફેંકતા આંખોમાં તકલીફ પડવા લાગી હતી. જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ભોગ બનનાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ચિકલીગર ગેંગના સભ્યો ભૂંડ પકડવાના કામની સાથે ચોરીને અંજામ આપતા હતા. જેની સામે પોતે અવાજ ઉઠાવતા ગેંગના સભ્યોએ જ તેમની પર હુમલો કર્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

મૃત્યુ નજીક છે તે કેવી રીતે ખબર પડે?:ગૌતમ ઋષિના તપથી ગંગા પ્રગટ્યાં, મહાદેવ ગંગાને પોતાની નજીક રાખવા ત્ર્યંબકેશ્વર તરીકે બિરાજમાન થયા

Team News Updates

 5 ધારાસભ્યોએ લીધા શપથ,ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 

Team News Updates

Made in India ઈન્ટરનેટ બ્રાઉઝર થયું લોન્ચ, મોબાઈલ ફોનમાં કરશે કામ, આ મામલે તોડ્યો રેકોર્ડ

Team News Updates