News Updates
SURENDRANAGAR

સુરેન્દ્રનગરમાં રખડતા શ્વાનનનો આતંક, સિવિલમાં 51 દિવસમાં ડોગ બાઈટના 1 હજારથી વધુ કેસ નોંધાયા

Spread the love

સિવિલમાં 51 દિવસમાં 1243 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં દરરોજના 40થી વધુ કેસ આવે છે. શ્વાનને પાંજરે પૂરવા પાલિકાએ કોઈ કામગીરી ન કર્યા હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ત્યારે નગરપાલિકા પાસે હડકાયા શ્વાનને પકડવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો.

રખડતા શ્વાનનનો આતંક જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી હતી. ટાવરચોકથી આંબેડકર ચોક વિસ્તારમાં શ્વાને આતંક મચાવ્યો હતો. આ શ્વાને 2થી 3 વર્ષના બાળકોને શિકાર બનાવ્યા હતા. રસી ખૂટી પડતા વધુ જથ્થો મંગાવવો પડ્યો હતો.

સ્થિતિ એટલી ગંભીર છે કે, સ્ટાફની સંખ્યા વધારવાની ફરજ પડી છે. તો બીજી તરફ અનેક બાળકોને પેટ અને હાથના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે. જેમની તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ એક જ દિવસમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ગાંધી હોસ્પિટલમાં હડકાવાની રસી ખૂટી પડી છે. ત્યારે લોકો તંત્ર સામે જલ્દી સારવાર મળે તેવી માગ કરી રહ્યા છે.

ત્યારે સિવિલમાં 51 દિવસમાં 1243 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં દરરોજના 40થી વધુ કેસ આવે છે. શ્વાનને પાંજરે પૂરવા પાલિકાએ કોઈ કામગીરી ન કર્યા હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ત્યારે નગરપાલિકા પાસે હડકાયા શ્વાનને પકડવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો.


Spread the love

Related posts

પાટડી પાસે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ:મોરબીથી કડી જતા દરબાર પરિવારની કારને ટ્રકે કચડી, ચારનાં ઘટનાસ્થળે જ મોત

Team News Updates