News Updates
BUSINESS

દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થાનો વાગી રહ્યો છે ડંકો, ચાલુ ખાતાની ખાધ થઈ અડધી, જાણો દેશ માટે કેવી રીતે છે ફાયદાકારક

Spread the love

ડેટા અનુસાર, દેશના સર્વિસ સેક્ટરનો વેપાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વધ્યો છે અને તે $35.1 બિલિયનની સરપ્લસમાં છે. એક વર્ષ અગાઉ સમાન ત્રિમાસિક ગાળામાં તે $31.1 બિલિયનની સરપ્લસ હતી. દેશના મર્ચેન્ડાઇઝ એટલે કે ઉત્પાદન ક્ષેત્રની વેપાર ખાધમાં પહેલાથી જ સુધારો થયો છે.

દુનિયામાં ભારતીય અર્થવ્યવસ્થાનો (Indian Economy) ડંકો વાગી રહ્યો છે. હાલમાં જ પૂર્ણ થયેલી G-20 બેઠક દરમિયાન સમગ્ર વિશ્વએ ભારતની આર્થિક તાકાત જોઈ હતી. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે ચાલુ ખાતાની ખાધના આંકડા જાહેર કર્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં ઘટીને અડધા થયા છે. ચાલો જાણીએ કે, ભારતીય અર્થતંત્ર માટે આ કેવી રીતે ફાયદાકારક છે.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો

RBI એ માહિતી આપી છે કે, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તે 9.2 અબજ ડોલર થઈ ગયું છે. તે દેશની GDP ના 1.1% જેટલું છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં દેશની ચાલુ ખાતાની ખાધ 17.9 અબજ ડોલર એટલે કે GDP ના 2.1% જેટલી હતી. જો આપણે તાજેતરના આંકડાઓને માત્ર 1 ક્વાર્ટર પહેલા એટલે કે જાન્યુઆરી-માર્ચ સાથે સરખાવીએ તો દેશમાં ચાલુ ખાતાની ખાધ વધી છે. આ સમયગાળા દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે.

સર્વિસ સેક્ટરનો બિઝનેસ વધ્યો

ડેટા અનુસાર, દેશના સર્વિસ સેક્ટરનો વેપાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વધ્યો છે અને તે $35.1 બિલિયનની સરપ્લસમાં છે. એક વર્ષ અગાઉ સમાન ત્રિમાસિક ગાળામાં તે $31.1 બિલિયનની સરપ્લસ હતી. દેશના મર્ચેન્ડાઇઝ એટલે કે ઉત્પાદન ક્ષેત્રની વેપાર ખાધમાં પહેલાથી જ સુધારો થયો છે. તે હવે $63.1 બિલિયનથી ઘટીને $56.6 બિલિયન થયું છે. એપ્રિલ-જૂન 2023માં દેશની વેપાર ખાધ $21.5 બિલિયન હતી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે $32 બિલિયન હતું.

ચાલુ ખાતાની ખાધ શું છે?

દેશમાં આયાત નિકાસ કરતાં વધુ હોય ત્યારે તેમની વચ્ચેના તફાવતને વેપાર ખાધ કહેવામાં આવે છે. જ્યારે આને દેશના પેમેન્ટ બેલેન્સમાં તફાવત તરીકે વિગતવાર જોવામાં આવે છે, તો તે ચાલુ ખાતાની ખાધ બની જાય છે. તેમાં આયાત માટે કરવામાં આવતી ચૂકવણી, નિકાસમાંથી આવતી ચૂકવણી, વિદેશી વિનિમય અનામત અને અન્ય રસીદો તેની સાથે જોડવામાં આવે છે.

ચાલુ ખાતાની ખાધ અર્થતંત્રનું મોટું સૂચક છે. દેશની ચલણની મજબૂતાઈ દર્શાવવાની સાથે તે જીડીપી ગ્રોથ પણ દર્શાવે છે. આ દર્શાવે છે કે દેશની આયાત ઘટી રહી છે અને નિકાસ વધી રહી છે.


Spread the love

Related posts

સેન્સેક્સ-નિફ્ટીએ બનાવ્યો રેકોર્ડ; US ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કરેલા ઘટાડાના સમાચારની ભારતીય શેરબજારમાં અસર

Team News Updates

HDFCએ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો:બેંકમાંથી ઓટો, હોમ અને પર્સનલ લોન લેવી મોંઘી થઈ, જૂના ગ્રાહકોનો EMI પણ વધશે

Team News Updates

મુકેશ અંબાણીના સંતાનો આટલા ફેમસ તો, અનિલ અંબાણીના દિકરા કેમ નહીં ? એક તો છે પ્લેન કલેક્શનનો શોખીન

Team News Updates