News Updates
INTERNATIONAL

પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢનારા પર છોડાયા આંસુ ગેસના ગોળા, તોપો પણ ફેંકાઇ

Spread the love

હાલમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યુ છે. ઇઝરાયેલ દ્વારા હમાસના આતંકી હુમલા બાદ ગાઝાના 23 લાખ લોકોના આહાર અને પાણી તેમજ ઇંધણ અને વીજળીનો પુરવઠો કાપી નાખ્યો છે.ત્યારે બીજી તરફ આ યુદ્ધને લઇને પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢી રહયા છે. પેરિસના રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા બગડતી જોવા મળી હતી. જેના પગલે તેમના ઉપર ટિયર ગેસ છોડવામાં આવ્યો હતો.

હાલમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યુ છે. ઇઝરાયેલ દ્વારા હમાસના આતંકી હુમલા બાદ ગાઝાના 23 લાખ લોકોના આહાર અને પાણી તેમજ ઇંધણ અને વીજળીનો પુરવઠો કાપી નાખ્યો છે. ત્યારે બીજી તરફ આ યુદ્ધને લઇને પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢી રહયા છે. પેરિસના રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા બગડતી જોવા મળી હતી. જેના પગલે તેમના ઉપર ટિયર ગેસ છોડવામાં આવ્યો હતો.

ફ્રાન્સમાં પોલીસે પેરિસની શેરીઓમાં પેલેસ્ટાઈન તરફી રેલીઓને વિખેરવા માટે ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા.આ સાથે જ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લોકોને અપીલ કરી છે કે તેઓ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધથી દૂર રહે અને એકતા રાખે. ફ્રાંસની સરકારે દેશમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે તેનાથી કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં, મેક્રોને કહ્યું હતુ કે જેઓ આતંકવાદ દ્વારા પેલેસ્ટાઇનની માગને યોગ્ય ઠેરવે છે તે તેમની ભૂલ છે.

ફ્રાન્સે પેલેસ્ટાઈન તરફી વિરોધ પર પ્રતિબંધ મૂક્યો

ફ્રાન્સે પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. ફ્રાન્સના ગૃહમંત્રીએ ગુરુવારે સ્થાનિક સત્તાવાળાઓને પેલેસ્ટાઈન તરફી તમામ દેખાવો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સના લોકોને વિનંતી કરી કે પશ્ચિમ એશિયામાં યુદ્ધને ઘરેલું તણાવમાં ફેરવવા ન દે.

પેલેસ્ટિનિયન તરફી વિરોધીઓને વિખેરવા ટિયર ગેસ છોડાયો

પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢનારા લોકો પર ટીયર ગેસના શેલ અને ભારે પાણીની તોપો છોડવામાં આવી હતી. મેક્રોને મધ્ય પૂર્વ સંઘર્ષ વિશે ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધિત કરવાના હતા. તેના થોડા સમય પહેલા પેરિસ પોલીસે પેલેસ્ટિનિયન તરફી વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.


Spread the love

Related posts

ગુજરાત છોડીને કેનેડા ગયા હવે બન્યા સેવક/કેનેડામાં મુશ્કેલી આવે તો ‘લતાબહેનને મળી લ્યો..’

Team News Updates

કતારે 8 પૂર્વ ભારતીય નૌસેનિકોને મૃત્યુદંડની સજા સંભળાવી:ભારત સરકારે કહ્યું- અમે નિર્ણયથી આશ્ચર્યચકિત, તેમને મુક્ત કરવા માટે કાયદાકીય માર્ગો શોધી રહ્યા છીએ

Team News Updates

Chemical Fertilizer: ભારતમાં રાસાયણિક ખાતર બનાવવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો તેનો ઈતિહાસ

Team News Updates