News Updates
NATIONAL

300 કરોડના ડ્રગ્સ કેસમાં લલિત પાટીલની ધરપકડ બાદ બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ, હવે આક્ષેપો કરનારાના મોં થશે બંધ!

Spread the love

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યુ કે ડ્રગ કેસમાં આરોપી લલિત પાટીલની પૂછપરછમાં ઘણા મોટા ખૂલાસા થશે. જેનાથી અનેક લોકોના મોં બંધ થઈ જશે. સાથે જ સસુન હોસ્પિટલ હોય કે અન્ય કોઈ, દરેક પ્રકારની તપાસ ચાલી રહી છે. ગૃહમંત્રી ફડણવીસે ચેતવણી આપી છે કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને છોડવામાં નહીં આવે. મુંબઈ પોલીસે 6 ઑક્ટોબરે કહ્યું હતું કે તેમણે 300 કરોડ રૂપિયાની કિંમતનું 151 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યુ છે અને છેલ્લા બે મહિના સુધી ચાલેલા ઓપરેશનમાં વિવિધ શહેરોમાંથી અનેક લોકોની ધરપકડ કરી છે.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યુ કે અંદાજિત 300 કરોડ રૂપિયાના MD ડ્રગ્સ મળવા મામલે આરોપી લલિત પાટીલની ધરપકડ બાદ રાજ્યમાં ડ્રગની તસ્કરી અને તેના નેટવર્ક અંગે મોટા ખૂલાસા થશે. મુંબઈ પોલીસના આ નિવેદન બાદ તેમણે પાટીલની બેંગલુરુ નજીકથી ધરપકડ કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ પૂણેમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા જેમા તેમણે દાવો કર્યો હતો કે પાટીલની ધરપકડથી ડ્રગ્સ તસ્કરીની મોટી સાંઠગાંઠો પર્દાફાશ થશે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યમાં લલિત પાટિલ અને ડ્રગ્સ વચ્ચેની મોટી સાંઠગાંઠનો પર્દાફાશ ટૂંક સમયમાં થશે. જે લોકો હાલમાં રાજ્યની બાબતોમાં એલફેલ વાતો કરી રહ્યા છે, તેમના મોં સંપૂર્ણપણે બંધ થઈ જશે. એક અધિકારીએ પહેલા જણાવ્યુ હતુ કેપૂણેની યરવડા જેલના કેદી પાટીલની મંગળવારે રાત્રે મુંબઈની સાકીનાકા પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે મુંબઈ પોલીસની ટીમે બેંગલુરુ અને ચેન્નઈ વચ્ચેની એક હોટલમાંથી લલિત પાટીલની ધરપકડ કરી છે. પાટીલ 2 ઓક્ટોબરે પૂણેની સરકારી સસૂન જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો જ્યારે તેને એક્સ-રે માટે લઈ જવામાં આવ્યો હતો.

‘કોઈને પણ બક્ષવામાં નહીં આવે’

હોસ્પિટલમાંથી પાટીલના ભાગવા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ફડણવીસે કહ્યું કે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. આ મામલે તપાસ ચાલી રહી છે. જે લોકોએ ભૂલ કરી છે તે તમામને કાર્યવાહીનો સામનો કરવો પડશે. પાટિલના હોસ્પિટલમાંથી નાસી છૂટ્યા બાદ નવ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે પાટીલ કરોડો રૂપિયાના મેફેડ્રોન જપ્તી કેસમાં વોન્ટેડ હતો, જેનો સાકીનાકા પોલીસે નાસિકની એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા બાદ પર્દાફાશ કર્યો હતો. તેણે કહ્યું કે તે આ કેસમાં પકડાયેલો 15મો આરોપી છે.

પાટીલ 23 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં

મુંબઈ પોલીસે 6 ઑક્ટોબરે કહ્યું હતું કે તેમણે 300 કરોડ રૂપિયાની કિંમતનું 151 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યુ છે અને છેલ્લા બે મહિના સુધી ચાલેલા ઓપરેશનમાં વિવિધ શહેરોમાંથી અનેક લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નાસિકમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ધરપકડ બાદ, પાટીલને બુધવારે અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 23 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પોલીસે પાટીલની કસ્ટડી કેમ માંગી?

પોલીસે પાટીલની કસ્ટડીની માંગણી કરતા કહ્યું કે આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીએ તેનું નામ જાહેર કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા રિકવર કરાયેલા શંકાસ્પદ કોલ ડેટા રેકોર્ડ્સના આધારે પાટીલની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં વધુ તપાસની જરૂર છે. પૂણે પોલીસે 30 સપ્ટેમ્બરે સસૂન જનરલ હોસ્પિટલની બહારથી રૂ. 2 કરોડની કિંમતના મેફેડ્રોન સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

પાટીલ 2 ઓક્ટોબરે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો

આ કેસમાં તપાસ બાદ હોસ્પિટલની કેન્ટીનના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે તે સમયે હોસ્પિટલમાં દાખલ યરવડા જેલના કેદી લલિત પાટીલ દ્વારા માદક પદાર્થોની સપ્લાય કરવામાં આવી હતી. જો કે, પાટીલ 2 ઓક્ટોબરે જ્યારે તેને એક્સ-રે માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ બેદરકારી બદલ નવ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નેપાળ બોર્ડર પરથી કરાઈ ધરપકડ

અધિકારીઓએ પહેલા જણાવ્યુ હતુ કે 10 ઓક્ટોબરે પૂણે પોલીસે મેફેડ્રોન જપ્તી મામલે લલિત પાટીલના ભાઈ ભૂષણ પાટિલ અને તેમના સહયોગી અભિષેક બલકાવડેની ઉત્તરપ્રદેશની નેપાળ સરહદેથી ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે લલિત પાટીલના હોસ્પિટલમાંથી ભાગી જવાની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી.


Spread the love

Related posts

સત્યેન્દ્ર જૈન ફરી હોસ્પિટલમાં દાખલ:તિહાર જેલના વોશરૂમમાં બેભાન બની ગયા, ઘાયલ થયા; અઠવાડિયામાં ત્રીજી વખત હોસ્પિટલ પહોંચ્યા

Team News Updates

કેજ ફાઈટનું સ્થળ અને તારીખ હજુ નક્કી નહીં:ઝકરબર્ગે મસ્કના નિવેદનને કરી દીધું ખારીજ, લાઇવ સ્ટ્રીમિંગ મેટા અને X પર થશે

Team News Updates

ગુજરાતના 56 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને મળશે સેવા પદક:રાજકોટના CP રાજુ ભાર્ગવની અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે પસંદગી, 15-25 વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્ર સરકાર આપે છે

Team News Updates