News Updates
RAJKOT

રાજકોટમાં દુકાનોની હરાજી:જીજાબાઈ ટાઉનશીપમાંથી મનપાને 3.08 કરોડની આવક, એક દુકાનની 11.70 લાખ અપસેટ પ્રાઈઝ સામે 33.60 લાખ મળ્યા

Spread the love

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દુકાનોની હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બનેલી જીજાબાઈ ટાઉનશીપની કુલ 14 દુકાનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજી દ્વારા મનપાને 3.08 કરોડની આવક થઈ છે. આ પૈકી એક દુકાનની અપસેટ પ્રાઈઝ 11.70 લાખ સામે તેના સૌથી વધુ 33.60 લાખ મળ્યા હતા. હવે આગામી 1 નવેમ્બરે શિવ ટાઉનશીપ, મવડી ખાતેની 22 દુકાનોની હરાજી કરવામાં આવનાર છે.

એક દુકાનની હાઈએસ્ટ કિંમત 33.60 લાખ
મળતી માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી એરિયામાં બનાવવામાં આવેલા જીજાબાઈ ટાઉનશીપની 14 દુકાનોની હરાજી આજરોજ કરવામાં આવી હતી. જેમાં તમામ દુકાનોનું હરાજી દરમિયાન વેચાણ થયું છે. આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ 3.08 કરોડની આવક થઈ છે. આ હરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કિંમત 33.60 લાખ મળી છે. તેની અપસેટ પ્રાઈઝ 11.70 લાખ રાખવામાં આવી હતી.

જાહેર હરાજીમાં 72 અરજદારોએ ભાગ લીધો
ઉલ્લેખનીય છે કે, જાહેર હરાજીમાં 72 અરજદારોએ ભાગ લીધો હતો અને વિવિધ દુકાનોની બોલી લગાવી હતી. જેના દ્વારા તમામ દુકાનો કુલ 3.08 કરોડમાં વહેચાઈ હતી. જેમાં એક દુકાનનું લોકેશન અરજદારોને ખૂબ સારું લાગવાને કારણે તેના સૌથી વધુ 33.60 લાખ રૂપિયા ઉપજ્યા હતા. બાકીની મોટા ભાગની દુકાનોમાં પણ અપસેટ પ્રાઈઝ કરતા વધુ કિંમત મળી હતી. હવે આગામી તારીખ 1લી નવેમ્બર 2023ને બુધવારે શિવ ટાઉનશીપ, મવડી ખાતેની 22 દુકાનોની હરાજી કરવામાં આવનાર છે. જેમાંથી પણ સારી આવક થવાની શક્યતા છે.


Spread the love

Related posts

રાજકોટ મનપા દ્વારા ‘ગ્રીન મોબિલિટી પ્રોગ્રામ’ હેઠળ પ્રથમ 100 ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદનારને રૂ. 30 હજારની સબસિડી આપશે

Team News Updates

‘સલામત સવારી, બસ સ્ટેન્ડ પર જ ભારી’:’રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નં.8 પર ઊભી રહેશે’નું એનાઉન્સમેન્ટ પૂરું થયું ને બસ સીધી બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં ઘૂસી; 20 લોકો માંડ માંડ બચ્યા

Team News Updates

રાજસ્થાનના ડેપ્યુટી CM રાજકોટના પ્રવાસે:લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠક સાથે જીતશે, વિપક્ષોના INDIA ગઠબંધનનું નામ નિશાન નહીં રહે: દિયા કુમારી

Team News Updates