News Updates
RAJKOT

રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત:ડેન્ગ્યુનાં 9, મેલેરિયા 1 અને ચીકનગુનિયાનાં વધુ 8 કેસ, શરદી-ઉધરસ-તાવનાં 876 સહિત કુલ 1074 દર્દીઓ નોંધાયા

Spread the love

રાજકોટમાં રોગચાળાનો કહેર સતત યથાવત રહેતા ડેન્ગ્યુ અને મેલેરિયા અને ચીકનગુનિયાનાં કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સતત નવમાં સપ્તાહે ડેન્ગ્યુનાં 9 અને મેલેરિયાનો વધુ 1 કેસ નોંધાયો છે. એટલું જ નહીં, ચીકનગુનિયાએ માજા મૂકી હોય તેમ સપ્તાહમાં વધુ 8 કેસ સામે આવ્યા છે. જ્યારે શરદી-ઉધરસ-તાવના 876 ઉપરાંત ઝાડા-ઉલટીનાં વધુ 180 સહિત કુલ 1074 દર્દીઓ મનપાનાં ચોપડે નોંધાયા છે. જોકે, ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓનો રેકોર્ડ ગણીએ તો આ સંખ્યા ત્રણ ગણાથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સતત વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે અને પોરાનાશક તેમજ ફોગીંગની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગમાં દોડધામ
છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને વિવિધ રોગોનાં મનપાનાં ચોપડે 1074 કેસ નોંધાઈ ચુક્યા છે. જોકે અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં નોંધાતા દર્દીઓની સંખ્યા જોઈએ તો માત્ર એક જ સપ્તાહમાં ત્રણેક હજાર દર્દી સામે આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે. અને રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. તેમજ લોકોને પણ સાવચેતી રાખવા અને બહારનો ખોરાક નહીં લેવાની સૂચના આપવામાં આવી રહી છે.

ફોગીંગ સહિતની કામગીરી
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીનાં જણાવ્યા મુજબ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 23 ઓક્ટોબરથી તા. 29 ઓક્ટોબર દરમ્યાન 67,650 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 3,342 ઘરોમાં ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત અંદાજીત 449 પ્રિમાઈસીસ અને રહેણાંકમાં 207 તો કોર્મશીયલ 37 આસામીને નોટીસ આ૫વામાં આવી છે. તેમજ 32 આસામીઓ પાસેથી 30,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

એડીસ મચ્છર દિવસના સમયે કરડતો હોય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે અને એકસાથે વઘુ લોકોને કરડી જતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થેળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ છે. જોકે મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. જેને લઈને રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

ડેન્ગ્યુ-મેલેરિયા રોકવા માટેના જરૂરી સૂચનો

  1. પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખવું
  2. પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરવું
  3. ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરવું
  4. બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો
  5. અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરવો
  6. છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરવો
  7. ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાપન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા

Spread the love

Related posts

વૃક્ષારોપણ:ભાવનગરમા ઉમરાળા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનું દાન કરી પોતાના વતનને લીલુંછમ બનાવ્યું

Team News Updates

રેલ વ્યવહાર પૂર્વવત થયો:રાજકોટ રેલવે ડિવિઝનની તમામ ટ્રેનો શરૂ, કાલે કોઈમ્બતુર એકસપ્રેસ પોણા ત્રણ કલાક મોડી ઉપડશે

Team News Updates

 નવી 100 CNG બસો મળશે, તબક્કાવાર જૂનીનાં સ્થાને નવી બસો મુકાશે,રાજકોટને આવતા મહિનાથી નવી બસો મળશે

Team News Updates