News Updates
NATIONAL

7.50 લાખ સ્કેવર ફૂટમાં ફેલાયેલો મુકેશ અંબાણીનો આ લક્ઝુરિયસ મોલ કેવો છે

Spread the love

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે એટલે કે 1 નવેમ્બરે જિયો વર્લ્ડ પ્લાઝા ઓપન કરવા જઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં અંબાણી પરિવાર સહિત બોલીવુડની ઘણી મોટી મોટી હસ્તીઓ સામેલ થશે.

આ મોલને ભારતનો સૌથી લગ્ઝરી મોલ કહેવામાં આવી રહ્યો છે. જે મુંબઈના બીકેસીમાં 7.50 લાખ સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. આ મોલમાં દુનિયાની મોટી મોટી બ્રાન્ડના સ્ટોર હશે.

આ જિયો વર્લ્ડ પ્લાઝામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જિયો વર્લ્ડ ગાર્ડન પણ છે. આ મોલને રિટેલની સાથે લીઝર અને ડાઈનિંગનું હબ બનાવવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ મોલમાં દુનિયાભરની તમામ બ્રાન્ડના સ્ટોર હશે, મળતી માહિતી મુજબ મોલમાં 66 બ્રાન્ડના મોટા સ્ટોર્સ હશે.

ઈશા અંબાણીના જણાવ્યા મુજબ જિયો વર્લ્ડ પ્લાઝાનો ઉદ્દેશ્ય તમામ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને ભારતમાં એક જ જગ્યા પર લાવવાનો છે સાથે જ તેમને કહ્યું કે માત્ર વિદેશી બ્રાન્ડ જ નહીં પણ દેશની લોકલ બ્રાન્ડના પણ સ્ટોર મોલમાં હશે.

મોલમાં લુઈ વિન્તા, ગૂચી, કાર્ટિયર, બેલી, અરમાની, ડિયોર જેવી મોટી મોટી બ્રાન્ડના સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અબૂ જાની-સંદીપ ખોસલા, રાહુલ મિશ્રા, ફાલ્ગૂની, રિતુ કુમારના પણ સ્ટોર હશે.


Spread the love

Related posts

PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈ પોલીસને આવ્યો મેસેજ

Team News Updates

Saudi Arabia Desert:હિમવર્ષા ઈતિહાસમાં રણમાં થઇ પ્રથમ વખત સાઉદીના ઊંટ રણની બદલે બરફ પર ચાલ્યા

Team News Updates

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બદરીનાથ હાઈવે બંધ:ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટવાને કારણે પુલ ધોવાઈ ગયો; ગામમાં 200 લોકો ફસાયા

Team News Updates