ખેડૂતો હવે નવી ટેક્નોલોજીથી બટાકાની ખેતી કરી શકશે. બટાકાની ખેતી માટી અને જમીન વગર હવામાં કરી શકાય છે.આ ટેક્નિકને એરોપોનિક ટેક્નોલોજી (Aeroponic Potato Farming)કહેવામાં આવે છે. જેના દ્વારા બટાકાની ખેતી જમીનને બદલે હવામાં કરવામાં આવશે અને તેનાથી ઉપજમાં પણ 10 ગણો વધારો થશે.

આ ટેક્નોલોજીની શોધ હરિયાણાના કરનાલ જિલ્લામાં સ્થિત પોટેટો ટેકનોલોજી સેન્ટર દ્વારા કરવામાં આવી છે. આ ટેકનિકની ખાસ વાત એ છે કે ખેતીમાં માટી અને જમીન બંનેની ઉણપ આ ટેકનિકથી પૂરી શકાય છે.
એરોપોનિક ટેકનિકમાં બટાકાને તેમના લટકતા મૂળ દ્વારા પોષણ મળે છે. જેના પછી માટી અને જમીનની જરૂર રહેતી નથી.તેનાથી ખેડૂતો ઓછા ખર્ચે અને ઓછી જગ્યામાં બટાકાનું વધુ ઉત્પાદન મેળવી શકે છે.
સરકારે આ ટેકનિકથી બટાકાની ખેતી કરવાની મંજૂરી આપી છે. ખેડૂતોને એરોપોનિક પોટેટો ફાર્મિંગથી ઘણો ફાયદો થશે. આ ટેકનિકથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
આ ટેકનિક દ્વારા બટાકાના બીજની ઉત્પાદન કાર્યક્ષમતા 3 થી 4 ગણી વધારી શકાય છે.ભારતના દરેક રાજ્યના ખેડૂતોને પણ આ ટેક્નોલોજીનો લાભ મળશે.