News Updates
SURAT

સુરત : વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે 5 બાળકો સહીત 10 લોકોની તબિયત લથડી

Spread the love

વેસુ-યુનિવર્સીટી રોડ ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ 5 બાળકો સહિત 10 લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ થઈ હતી. સારવાર માટે તમામ ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

10થી વધુ લોકોને ગેસની અસર થઇ હતી. સૂત્રો અનુસાર અચાનક ગુગળાય બાદ ખાંસી અને ઊલટીની તકલીફ શરૂ થતા તમામને તાત્કાલિક સિવિલમાં લવાયા હતા. આ ગેસ કયો હતો જેની લોકોને અસર થઇ હતી તે હજુ સામે આવ્યું નથી. સદનસીબે તમામની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.

ગત રોજ રાત્રીના સાડા દસ વાગ્યા ના સમય દરમ્યાન ઝૂંપડામાં સુતેલા 5 નાના બાળકો  સહિત કુલ દસ લોકોને ગેસની અસર થઈ હતી.આ લોકોને ગળામાં બળતરા,ખાંસી,ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તમામને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરત ફાયર વિભાગ,જીપીસીબી,પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટનામાં હજુ કોઈ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી.


Spread the love

Related posts

BARDOLI:ઓઇલ ભરેલાં ડ્રમમાં બ્લાસ્ટ થતાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ; ઓઇલ મિલમાં ભીષણ આગનાં ભયાનક દૃશ્યો,દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

Team News Updates

ઇન્ડિગો એરલાઇન્સનું વોટર કેનનથી સ્વાગત કરાયું; અઠવાડિયામાં સુરત-દુબઈથી કયા દિવસે ટેકઓફ અને લેન્ડિંગ કરશે?

Team News Updates

CCTV:  500ની 2 નોટ ફેંકી ગયા લૂંટારૂ જતા જતા રસ્તા પર: સુરતમાં રમકડાના વેપારીને માર મારી લૂંટી લેવાયો, ટ્રીપલ સવારી સગીર સહિતના લૂંટારૂ બાઈક લઈને ભાગી ગયા

Team News Updates