News Updates
INTERNATIONAL

સુરત ફાયર વિભાગ,જીપીસીબી,પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટનામાં હજુ કોઈ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી.

Spread the love

યુએન જનરલ એસેમ્બલીમાં આ ઠરાવની તરફેણમાં 153 સભ્ય દેશોએ મતદાન કર્યું હતું. જ્યારે 23 દેશ મતદાનમાં ભાગ લેવો ના પડે તે માટે ગેરહાજર રહ્યાં હતા અને 10 દેશ એ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ અગાઉ ગત ઓક્ટોબર મહિનામાં પણ યુએન જનરલ એસેમ્બલીમાં આવો જ એક ઠરાવ પસાર કરાયો હતો.

યુએન જનરલ એસેમ્બલીમાં વિશ્વના 153 દેશોએ, ઈઝરાયેલને હમાસ વિરુદ્ધના યુદ્ધમાં હથિયારો મ્યાન કરવા જણાવ્યું છે. યુએન જનરલ એસેમ્બલીમાં ડ્રાફ્ટ ઠરાવમાં યુદ્ધવિરામ લાદવા અને બંધકોને વિના શરતે મુક્ત કરવાનુ કહેવામાં આવ્યું છે. જો કે આ ઠરાવમાં હમાસના નામનો ઉલ્લેખ કરાયો નથી. આ અગાઉ ગત ઓક્ટોબર મહિનામાં પણ યુએન જનરલ એસેમ્બલીમાં આવો જ એક ઠરાવ પસાર કરાયો હતો. યુએનના આ ઠરાવની તરફેણમાં 153 સભ્ય દેશોએ મતદાન કર્યું હતું. જ્યારે 23 દેશ મતદાનમાં ભાગ લેવો ના પડે તે માટે ગેરહાજર રહ્યાં હતા અને 10 દેશ એ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.

ભારતે યુએન જનરલ એસેમ્બલીમાં ડ્રાફ્ટ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું જેમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ તેમજ તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગ કરવામાં આવી હતી. 193-સભ્ય યુએન જનરલ એસેમ્બલીએ મંગળવારે કટોકટી વિશેષ સત્રમાં ઇજિપ્ત દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ ઠરાવને અપનાવ્યો હતો. યુએનના 153 સભ્ય દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 23 દેશોએ ગેરહાજર અને 10 દેશોએ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું. ભારતે તાત્કાલિક માનવતાને ધ્યાને લઈને યુદ્ધવિરામ અંગેના પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. જોકે, ઠરાવમાં હમાસનું નામ નહોતું. ઓક્ટોબરમાં યોજાયેલ મહાસભાના ઠરાવ પર મતદાન સમયે ભારત ગેરહાજર રહ્યું હતું.

યુએન જનરલ એસેમ્બલીમાં રજૂ કરાયેલા ઠરાવ ઉપર અલ્જેરિયા, બહેરીન, ઈરાક, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને પેલેસ્ટાઈન એ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જેમાં ગાઝામાં તાત્કાલિક માનવતાને ધ્યાને લઈને યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી હતી. અમેરિકા, ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, ગ્વાટેમાલા, ઇઝરાયેલ, લાઇબેરિયા, માઇક્રોનેશિયા, નૌરુ, પાપુઆ ન્યૂ ગિની અને પેરાગ્વે એ દેશોમાં સામેલ હતા જેમણે હમાસ-ગાઝા વિરુદ્ધ ઈઝરાયેલે શરૂ કરેલા યુદ્ધવિરામના પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જો કે આ ઠરાવમાં તમામ બંધકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ તેમજ માનવતાને ધ્યાને રાખીને પ્રવેશ સુનિશ્ચિત કરવા અને તમામ પક્ષો માટે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરવા માટે હાકલ કરવામાં આવી હતી. ખાસ કરીને નાગરિકોની સુરક્ષાને લઈને.

ભારતે તાત્કાલિક માનવતાને ધ્યાને લઈને યુદ્ધવિરામ અંગેના પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. જોકે, ઠરાવમાં હમાસનું નામ નહોતું. ઓક્ટોબરમાં યોજાયેલ મહાસભાના ઠરાવ પર મતદાન સમયે ભારત ગેરહાજર રહ્યું હતું. જેમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં તાત્કાલિક માનવતાને ધ્યાને લઈને યુદ્ધવિરામ અને ગાઝા પટ્ટીમાં માનવીય સહાય માટે પ્રવેશને અવરોધિત કરવામાં ના આવે તેવુ કહેવામાં આવ્યું હતું. જોર્ડન દ્વારા તૈયાર કરાયેલા આ ઠરાવમાં સમગ્ર ગાઝા પટ્ટીમાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની તાત્કાલિક, સતત, પર્યાપ્ત માત્રામાં અને અવિરત પણે મળે તેમ પણ કહેવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય યુએન સિક્યુરિટી કાઉન્સિલ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર એક સામાન્ય ઠરાવ અપનાવવામાં નિષ્ફળ ગયા બાદ મંગળવારે યુએનજીએમાં મતદાન થયું. તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામની માંગણી કરી. યુનાઇટેડ સ્ટેટ્સ, જે યુએનજીએના સ્થાયી સભ્ય છે. તેણે આ પ્રસ્તાવ સામે તેના વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા રજૂ કરાયેલ UNSC ઠરાવને 90 થી વધુ સભ્ય દેશોનું સમર્થન મળ્યું, તરફેણમાં 13 મત પડ્યા, જ્યારે બ્રિટન મતદાનમાં ગેરહાજર રહ્યું.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના જીવ ગયા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 7 ઓક્ટોબરના રોજ હમાસ અને અન્ય પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથો દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓમાં 33 બાળકો સહિત 1,200 થી વધુ ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા. ગાઝામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18,205 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેમાંથી લગભગ 70 ટકા મહિલાઓ અને બાળકો છે, લગભગ 49,645 ઘાયલ થયા હોવાનું ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.


Spread the love

Related posts

ચીનમાં કોરોનાની નવી લહેર:ઓમિક્રોનનું XBB વેરિઅન્ટ જૂનમાં પીક પર હશે, એક અઠવાડિયામાં 65 મિલિયન કેસ નોંધાઈ શકે છે

Team News Updates

ગ્રીસમાં ભારતીયોએ મોદીનું કર્યું સ્વાગત:બ્રહ્મોસ મિસાઈલ અંગે ડીલ થઈ શકે છે; ઈન્દિરા બાદ અહીંની મુલાકાત લેનારા મોદી પહેલા PM

Team News Updates

IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં થયો ફેરફાર, વરુણ ચક્રવર્તી અને રિંકુ સિંહે કરી કમાલ

Team News Updates