ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 49મી સદી પૂરી કરી હતી. તેણે વનડે અને ટેસ્ટમાં 20થી વધુ સદી ફટકારી છે. આ સિવાય તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓપનર છે. વિશ્વના સૌથી સફળ અને સૌથી વધુ સદી ફટકારનાર ઓપનરોમાં ટોપ-5 માં ડેવિડ વોર્નર ઉપરાંત અન્ય એક ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી પણ સામેલ છે. આ લિસ્ટમાં ભારતના પણ બે મહાન ખેલાડીઓ પણ સામેલ છે.
ડેવિડ વોર્નર 49 સદી: પાકિસ્તાન સામે પાર્થ ટેસ્ટમાં સદી ફટકારી ડેવિડ વોર્નરે કારકિર્દીની 49 મી સદી ફટકારી હતી અને તે સૌથી વધુ સદી ફટકારનાર ઓપનર તરીકે ટોપ પર છે.
સચિન તેંડુલકર 45 સદી: ક્રિકેટના ભગવાન અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ આ લિસ્ટમાં બીજા ક્રમે છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 100 સદી ફટકારી છે, પરંતુ ઓપનર તરીકે તેના નામે 45 સદી છે અને તે બીજો સૌથી વધુ સદી ફટકારનાર ઓપનર છે.
ક્રિસ ગેલ 42 સદી: વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન અને યૂનિવર્સલ બોસથી પ્રખ્યાત ક્રિસ ગેલે ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 42 સદી ફટકારી છે અને તે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.
સનથ જયસુર્યા 41 સદી: શ્રીલંકાના પૂર્વ કપ્તાન અને મહાન બેટ્સમેન સનથ જયસૂર્યાએ ઓપનર તરીકે કુલ 41 આંતરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને તે સૌથી વધુ સદી ફટકારનાર ઓપનરોમાં ચોથા ક્રમે છે.
મેથ્યુ હેડન અને રોહિત શર્મા 40 સદી: ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ ચેમ્પિયન બેટ્સમેન મેથ્યુ હેડને કારકિર્દીમાં કુલ 40 સદી ફટકારી હતી. ભારતનો હાલનો કપ્તાન હિટ મેન રોહિત શર્મા પણ અત્યારસુધી કુલ 40 સદી ફટકારી ચૂક્યો છે. હેડન અને રોહિત 40-40 સદી સાથે આ લિસ્ટમાં પાંચમાં ક્રમે છે