રોકાણની વાત આવે છે ત્યારે લોકોની પહેલી પસંદ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાં રોકવાનું હોય છે. પરંતુ બદલાતા સમયની સાથે હવે દેશમાં ગ્રીન અને રિન્યુએબલ એનર્જી તરફ રોકાણ વધી રહ્યું છે. જેના કારણે હવે જુદી-જુદી બેંક આ ગ્રીન પ્રોજેક્ટ્સ માટે ફાઈનાન્સ સંબંધિત ફિક્સ ડિપોઝિટ લાવી રહી છે.

SBI, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેંકોએ તેમના ગ્રાહકો માટે ગ્રીન FD ની શરૂઆત કરી છે. જો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની વાત કરીએ તો તે દેશની સૌથી મોટી બેંકોમાંની એક છે, જેમાં ગ્રાહકોને ગ્રીન ટાઈમ ડિપોઝીટમાં રોકાણ કરવાની તક મળી રહી છે.
બેંક ગ્રાહકોને જુદી-જુદી અવધિની ફિક્સ્ડ ડિપોઝિટમાં 1111 દિવસના સમયગાળા માટે ગ્રીન FD પર 5.90 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ ઉપરાંત 2222 દિવસની ગ્રીન FD પર 6.00 ટકા અને 3333 દિવસની ગ્રીન FD પર 6.10 ટકા વ્યાજ આપી રહી છે.
AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ગ્રાહકો 1 વર્ષથી 10 વર્ષ સુધી રોકાણ કરી શકે છે. ગ્રાહકોને 12 મહિનાની ગ્રીન FD પર 6.75 ટકા, 18 મહિનાની ગ્રીન FD પર 8 ટકા, 36 મહિનાની ગ્રીન FD પર 7.50 ટકા, 60 મહિના અને 120 મહિનાની ગ્રીન FD પર 7.25 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
SBI ના ગ્રાહકોને SBI ગ્રીન રુપી ટર્મ ડિપોઝિટ ઓફર કરવામાં આવી રહી છે. તમે આ FDમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. બેંક 1111 દિવસ અને 1777 દિવસની FD પર સામાન્ય રોકાણકારોને 6.65 ટકા અને સિનિયર સિટીઝનને 7.15 ટકા વ્યાજ આપી રહી છે.