News Updates
GUJARAT

જામનગરના રિલાયન્સ મોલમાં લાગેલી આગ વહેલી સવારે કાબૂમાં:30થી વધુ ફાયર ફાયટરોની મદદ લેવાઈ, ભયંકર આગમાં મોલ આખો બળીને ખાખ થઈ ગયો

Spread the love

જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગતરાતે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. જે આજે વહેલી સવારે 5 વાગ્યે 30થી વધુ ફાયર ફાઈટરની મદદથી કાબૂમાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટરની ટીમ રવાના કરવામાં આવી હતી. જે બાદ જરૂર જણાતા અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાના મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે હોવાથી ત્યા ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરિક્ષણ કર્યું હતું.

મોલમાં હવે માત્ર થોડું ફેબ્રિકેશનનો કાટમાળ જ વધ્યો
મોટી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આગ વહેલી સવારે કાબૂમાં આવી ગઈ હતી ત્યારબાદ જામનગરની ફાયર બ્રિગેડને વહેલી સવારે 5:00 વાગ્યે ત્યાંથી છુટા કરવામાં આવ્યાં હતા. આગ એટલી ભયંકર હતી કે, જે જગ્યાએ મોલ હતો તે આખો બળીને ખાખ થઈ ગયો છે. મોલમાં હવે માત્ર થોડું ફેબ્રિકેશનનો કાટમાળ જ વધ્યો છે અને તેમાંથી પણ હજી ધૂમાડાઓ નીકળી રહ્યા છે.

જિલ્લા કલેક્ટર, એસડીએમ, જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જિલ્લાની મોટાભાગની પોલીસ ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી રહી છે.
મોલમાં આગની ઘટનાની જાણ થતા અનંત અંબાણી દોડી આવ્યાં
ખાવડી નજીક રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની ઘટના બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાત્રિના 1.00 વાગ્યા બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. અનંત અંબાણી હાલ જામનગર જ છે. જ્યારે રિલાયન્સના વાઇસ ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિતના રિલાયન્સના અનેક અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર જોવા મળ્યા હતા.

કોઇ જાનહાની થઈ નથી: રિલાયન્સ પ્રવક્તા
રિલાયન્સના પ્રવક્તાના જણાવ્યાં અનુસાર, મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી છે. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા પણ થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસો કર્યા હતા. આગના કારણની તપાસ કરવામાં આવશે.

રિલાયન્સ મોલ ખાતે ફાયર ફાઈટરનો કાફલો
30થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા નગરપાલિકા, રાજકોટ, જામનગર જીએસએફસી રિલાયન્સ ન્યારા સહિતની આસપાસના વિસ્તાર તેમજ કંપનીઓની ફાયર બ્રિગેડની ટીમ રિલાયન્સ મોલ ખાતે આગને કાબૂમાં લીધી હતી. 15થી વધુ 108 એમ્બ્યુલન્સ તથા આસપાસની કંપનીઓ તેમજ વિસ્તારોમાંથી મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

રાજકોટથી પણ બે ફાયર ફાઈટર આવ્યાં
જામનગરના ખાવડી સ્થિત રિલાયન્સ મોલમાં આગ લાગવાના સમાચાર મળતાં જ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકરે તાત્કાલિક બે ફાયર ફાઈટર જામનગર મોકલવા ચીફ ફાયર ઓફિસર આઈ વી ખેરને સૂચના આપી હતી. ચેરમેન જયમિન ઠાકરે જણાવ્યું હતું કે, બે ફાયર ફાઇટર મોકલવામાં આવેલ છે અને વધુ ફાયર ફાઇટર મોકલવાની આવશ્યકતા જણાશે તો એ માટે પણ રાજકોટ મહાનગરપાલિકા તૈયાર છે.

Related posts

દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ, તેજ પવનના કારણે ધ્વજાને નુકસાન

Team News Updates

 ગુજરાતનો આ પ્લાન્ટ,રાજકોટથી 3 ગણા મોટા વિસ્તારમાં થઈ રહ્યું છે નિર્માણ,અમદાવાદીઓ 4 વર્ષ સુધી વાપરી શકે એટલી વીજળી 1 વર્ષમાં ઉત્પન્ન કરશે

Team News Updates

લો કરલો બાત!! GUJARATમાં આ જગ્યાએ હવે દારૂની છુટ..

Team News Updates