News Updates
GUJARAT

પાંચ લોકોની આત્મહત્યા 24 કલાકમાં :, બિનવારસી મૃતદેહોની ઓળખ મેળવવા કવાયત,ગાંધીનગરની નર્મદા કેનાલમાં પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી

Spread the love

ગાંધીનગરની મેદરા, લીંબડીયા, અંબાપુર તેમજ અડાલજ નર્મદા કેનાલમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન અજાણી બે મહિલા અને ત્રણ પુરુષોએ મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લેતા ડભોડા અને અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી બિનવારસી મૃતદેહોની ઓળખ માટે કવાયત હાથ ધરી છે.

ગાંધીનગરના ડભોડા અને અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન પાંચ લોકોના બિનવારસી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મેદરા કેનાલમાં કપલની લાશ તરતી હોવાની જાણ થતાં ડભોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નાદમાં ફાયર બ્રિગેડની મદદથી બંને લાશને બહાર કાઢવામાં આવી હતી.

કેનાલમાં પડતું મૂક્યા પછી વિખૂટા પડી ના જવાય માટે પ્રેમી પંખીડાએ એકબીજાને દોરીથી બાંધીને કેનાલમાં પડીને આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન છે. બંને લાશોની ઓળખવિધિ માટે પોલીસે આપવાના વિસ્તારોમાં પૂછતાંછ કરી સોશિયલ મીડિયાથી પણ તપાસ હાથ ધરી છે. જ્યારે લીંબડીયા ગણેશપુરા નર્મદા કેનાલમાંથી પણ ગઈકાલ શુક્રવારે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ લાશની પણ ઓળખવિધિ થઈ નહીં હોવાથી કોલ્ડરૂમમાં રાખી ડભોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આજે સવારના સમયે અડાલજ નર્મદા કેનાલમાંથી આશરે 52 વર્ષીય અજાણી વૃદ્ધાની લાશ તરતી જોવા મળી હતી. જેનાં પગલે પોલીસે કેનાલમાંથી વૃદ્ધાની લાશને બહાર કઢાવી ઓળખવિધિ માટે આસપાસના વિસ્તારોમાં પૂછતાંછ શરૂ કરી હતી. પરંતુ અજાણી વૃદ્ધાની ઓળખ થઈ શકી ન હતી. આ અરસામાં અંબાપુર નર્મદા કેનાલમાં અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવી હતી. ગણતરીની મિનિટોમાં વૃદ્ધ અને વૃદ્ધાની લાશ મળી આવતા અડાલજ પોલીસ મથકના એએસઆઇ ધવલસિંહે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

કફોડી સ્થિતિ વચ્ચે લોન કે વ્યાજે નાણાં લઇને પણ માછીમારીનો 1લી તારીખથી પ્રારંભ,શરૂઆતમાં વેરાવળની 50 ટકા જેટલી બોટ ઉતરશે

Team News Updates

પાંજરાપોળના હચમચાવી નાખતા દૃશ્યો:અનેક ગાયો તરફડતી જોવા મળી, પાંજરાપોળની બાજુમાં ફેંકી દેવાયેલા મૃતદેહના અવેશેષો મળ્યા; સંચાલક પર ગૌરક્ષકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Team News Updates

100થી 150 ખેડૂતો કરે છે ભીંડાનું વાવેતર,મહેસાણાના વરવાડા ગામે ઘર દીઠ, એક દિવસમાં લાખથી દોઢ લાખનું ટર્ન ઓવર

Team News Updates