News Updates
GUJARAT

Gandinagar: બાળકનો જન્મ થતાં પ્રેમીએ શંકા કરી લગ્ન કરવાનો ઈન્કાર કર્યો,ગાંધીનગરમાં પતિને છૂટાછેડા આપી પત્ની પ્રેમી સાથે લીવઈનમાં રહેવા લાગી :’પતિ-પત્ની ઓર વો’માં બાળક કોનું?

Spread the love

ગાંધીનગરમાં નિવૃત પોલીસ કર્મચારીની દીકરીએ લગ્ન પહેલાંના પ્રેમ સંબંધો ટકાવી રાખવા પરિવારની ઉપરવટ જઈ પતિને છૂટાછેડા આપી પ્રેમી સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જન્મેલા બાળકનો પિતા કોણ એ બાબતે વેધક સવાલો પૂછીને પ્રેમીએ પ્રેમિકાને મારઝૂડ કરી બન્નેને સ્વીકારવાની ના પાડી લગ્ન કરવાનો નનૈયો ભણતા “પતિ પત્ની ઓર વો” નાં ટ્રાએંગલમાં બાળકના ભવિષ્ય ઉપર અનેક પ્રશ્નાર્થ ઉભા થયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં રહેતાં નિવૃત પોલીસ કર્મચારીની 28 વર્ષીય દીકરીને કોલેજ કાળ દરમિયાન પોતાનાથી બે વર્ષ નાની ઉંમરનાં યુવક સાથે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ કોઈ કારણોસર બંને એક થઈ શક્યાં ન હતાં અને પરિવારે વર્ષ – 2018 માં હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ સામાજિક રાહે યુવતીના લગ્ન કરાવી દીધા હતા. પરંતુ યુવતી પોતાના પ્રેમીને ભૂલી શકી ન હતી.

બાદમાં યુવતીએ ખાનગી કંપનીમાં નોકરી કરવાનું ચાલુ કર્યું હતું. જોગાનુજોગ એજ કંપનીમાં મનનો માણીગર પ્રેમી પણ નોકરી કરતો હતો. એટલે બંને વચ્ચેનો સુષુપ્ત પ્રેમ પુનઃ જાગૃત થઈ ગયો હતો. હવે પરણિત પ્રેમિકાને મળવાનો રસ્તો આસાન થઈ ગયો હતો. ઘરે પતિને લાગતું કે, પત્ની નોકરીએ જઈ રહી છે. પરંતુ નોકરીના બહાને પ્રેમી પંખીડા પ્રણયનાં ફાગ ખેલતા રહેતા હતા. ધીમે ધીમે પ્રેમી પંખીડાનું ઈલું ઈલું પ્રકરણ ઓફિસ સ્ટાફમાં પણ જાહેર થઈ ગયું હતું.

નોકરીથી પરત ઘરે આવતી પત્નીની રહેણીકરણીમાં બદલાવ આવતો જોઈ પતિનાં મગજમાં શંકાનો કીડો સળવળાટ કરવા લાગ્યો હતો. એક દિવસ પતિની શંકા સાચી પડી હતી. પ્રેમી પંખીડાનાં પ્રણયનો ખેલ પતિ સમક્ષ જાહેર થઈ ગયો હતો. એટલે સમગ્ર મામલે પરિવાર સમક્ષ પહોંચ્યો હતો. ત્યારે પ્રેમી પંખીડા સાતેક વર્ષથી પ્રણયનો ફાગ ખેલતા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ ખાતામાંથી નિવૃત થયેલા પિતાએ અવૈધ સંબંધોનો અંત લાવવા દીકરીને ઘણી સમજાવી હતી. પરંતુ પ્રેમ પરાકાષ્ઠા સુધી પહોંચી ગયો હોવાથી દીકરીએ પ્રેમીને કોઈકાળે નહીં છોડવાની તૈયારી દર્શાવી હતી. આખરે પરિવારજનો-પતિને છોડીને પ્રેમિકા પ્રેમી સાથે લગ્ન થવાનાં સપના સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગી હતી. બાદમાં પતિને પણ છૂટાછેડા આપી દીધા હતા.

ત્રણ વર્ષનાં લીવ ઈન રિલેશનશીપનાં શરૂઆતના ગાળામાં જ તેણીએ દીકરાને જન્મ આપ્યો હતો. એટલે પ્રેમીના મગજમાં બાળકનો અસલી પિતા કોણ એ બાબતે શંકાનો કીડો સળવળાટ કરવા લાગ્યો હતો. જેથી કરીને પ્રેમી તેને વેધક સવાલો પૂછીને મારઝૂડ કરી શારિરીક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. લગ્ન કરવા પણ નનૈયો ભણી દીધો હતો. આમ પતિ અને પ્રેમી વચ્ચે જન્મેલા દીકરાનું ભવિષ્ય અંધકારમય દેખાતા તેણીએ લીવ રિલેશનશીપને લગ્નના તાંતણે બાંધવા અથાગ પ્રયાસો કર્યા હતા. પરંતુ પ્રેમીએ બાળક પોતાનું નહીં હોવાનું કહીને હાથ અધ્ધર કરી લીધા હતા.

આખરે પ્રેમીકાએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પાસે મદદ માંગી હતી. જેનાં પગલે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ પીડિતા પાસે પહોંચી ગઈ હતી. જ્યાં બંને વચ્ચે સાતેક વર્ષથી પ્રેમ સંબંધો અને ત્રણ વર્ષથી લીવ ઈન રિલેશનશીપ હોવા ઉપરાંત જન્મેલ બાળકની ઉંમર પણ હાલમાં ત્રણ વર્ષની હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પીડિતાની સઘળી આપવીતી સાંભળી અભયમની ટીમે પ્રેમીને કાયદાનું બ્રહ્મ જ્ઞાન આપ્યું હતું. જેનાં પગલે આગામી નજીકના બે ત્રણ દિવસમાં પ્રેમીએ લગ્ન કરી લેવાની બાંહેધરી આપી હતી. આમ 181 અભયમ મહિલા ટીમની સરાહનીય કામગીરીથી બાળકનું ભવિષ્ય બગડતા અટકી ગયું છે.


Spread the love

Related posts

વજન ઘટાડવા માટે ઉનાળામાં આ 7 ફળ ખાવાનું કરો શરૂ, ઓગળવા લાગશે પેટની ચરબી, ઝડપથી થઈ જશો પાતળા

Team News Updates

Eco Therapy શું છે? તે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

Team News Updates

રાજકોટમાં આગામી ૮,જુને જબરદસ્ત ZUMBA અને POWER GARBAનું પાવરફુલ આયોજન

Team News Updates