News Updates
RAJKOT

સેવાકીય પ્રવૃત્તિ બેસણામાં:ચણની ડીશ, કુંડા,પક્ષીના માળા, પુત્રના બેસણામાં પરિવારે પુત્રને સાચી શ્રદ્ધાંજલિ આપી

Spread the love

સામાન્ય રીતે સમાજમાં બેસણાઓ અને લૌકિક રિવાજોમાં લખલૂટ ખર્ચાઓ થાય છે. ગોંડલમાં કાર અકસ્માતમાં પરિજન ગુમાવનાર પરિવારે બેસણામાં પક્ષીના માળા, કુંડા, ચણની ડીશ આપીને પ્રાણી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બેસણામાં સેવા કાર્ય કરીને પરિજનને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. કાર અકસ્માતમાં મોત થનાર યુવાનના પરિવારજનોએ બેસણામાં આવનારા લોકોને પક્ષીઓના માળા, કુંડા, ચણની ડિશ આપી એક અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

ગોંડલ ઉમવાળા રોડ પર ગત તા. 21 મેના રાત્રે બ્રેઝા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા ગુંદાળા રોડ લક્ષ્મણ નગરમાં રહેતા કેવલ સુરેશભાઈ સોજીત્રા (ઉ.વ. 24)નું મોત નીપજ્યું હતું. જેનું ગત શુક્રવારે સાંજે બેસણું યોજાયું હતું. જેમાં પરિવારજનોએ બેસણામાં આવનારા સંબંધીઓને પક્ષીઓ માટેનું માટીનું કુંડું, પક્ષીઓનો માળો, ચણની અને પક્ષીઓને ખાવા માટેની 500 ગ્રામ કાંગ આપવામાં આવી હતી. સોજીત્રા પરિવારના લાભાર્થે પક્ષી પ્રેમી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી બેસણામાં આવનાર લોકોને 800 જેટલા માટીના કુંડા, પક્ષીઓનો માળા અને ચણની ડિશ આપી હતી.

બેસણાંમાં એક દાન પેટી મુકવામાં આવી હતી. જેમાં રૂ.18,770ની આવક થઈ હતી. જે તમામ આવક પક્ષી પ્રેમી ચેરીટેબલ ટ્રસ્ટના અબોલ શ્વાન, બિલાડીની સારવારમાં વાપરવામાં આવશે. પરિવારમાં એકના એક દીકરાનું અકસ્માતમાં અવસાન થતા તેમના આત્માને શાંતિ મળે તે માટે અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


Spread the love

Related posts

માર્કેટ યાર્ડનું રૂ. 34.92 કરોડનું બજેટ મંજૂર:રાજકોટ યાર્ડમાં પેટ્રોલ પંપ, શાકભાજી વેસ્ટમાંથી ખાતર બનાવવાના પ્લાન્ટ સહિતનાં વિકાસકામોને લીલીઝંડી

Team News Updates

મવડી વિસ્તારમાં ફર્નિચરના શો રૂમમાં લાગી ભીષણ આગ, 5 થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા

Team News Updates

‘સલામત સવારી, બસ સ્ટેન્ડ પર જ ભારી’:’રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નં.8 પર ઊભી રહેશે’નું એનાઉન્સમેન્ટ પૂરું થયું ને બસ સીધી બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં ઘૂસી; 20 લોકો માંડ માંડ બચ્યા

Team News Updates