News Updates
RAJKOT

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાશે.

Spread the love

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫ ઓગષ્ટ ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગ રૂપે તા.૧૪ ઓગષ્ટના રોજ યોજાનાર તિરંગા યાત્રાના અનુસંધાને આજ તા.૧૦/૦૮/૨૦૨૩ના રોજ મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ.

આ મિટિંગમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, કુલપતિશ્રી ડૉ.ગીરીશભાઈ ભીમાણી, પ્રદેશ ભાજપ મંત્રીશ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયરશ્રી કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આનંદ પટેલ, ડી.ડી.ઓ.શ્રી દેવ ચૌધરી, ડી.સી.પી.શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, રજીસ્ટારશ્રી રૂપારેલીઆ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડૉ.માધવ દવે, અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતાશ્રી વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડેપ્યુટી કમિશ્નરશ્રી અનિલભાઈ ધામેલિયા, ચેતનભાઈ નંદાણી, આસી.કમિશ્નરશ્રી હર્ષદભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ શ્રી મનિષભાઈ રાડીયા, શ્રી નીતિનભાઈ રામાણી, શ્રી પરેશભાઈ પીપળીયા (પી.પી.),શ્રી નિલેષભાઈ જલુ, શ્રી ચેતનભાઈ સુરેજા, શ્રી બિપિનભાઈ બેરા, શ્રી નરેન્દ્રભાઈ ડવ, શ્રી જયમીનભાઈ ઠાકર, શ્રી જીતુભાઈ કાટોળીયા, શ્રી હાર્દિકભાઈ ગોહિલ, ડૉ.અલ્પેશભાઈ મોરજરીયા, શ્રી નિરૂભા વાઘેલા, શ્રી વિક્રમભાઈ પુજારા (ચેરમેન-શિક્ષણ સમિતી), શ્રી ભાવેશભાઈ દેથરીયા, શ્રી દેવાંગભાઈ માંકડ, શ્રી અશ્વિનભાઈ પાંભર તેમજ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેલ.

આ મિટિંગમાં મેયર ડૉ.પ્રદિપ ડવે જણાવેલ કે, “તિરંગો આપણું ગૌરવ છે.” અનેક ક્રાંતિવીરોએ શહિદી વહોરી આપણને આઝાદી અપાવી છે. યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને અને શહેરીજનોમાં પણ જાગૃતતા આવે તેવા શુભ હેતુથી આ સરકારી કાર્યક્રમને બદલે આપણો કાર્યક્રમ છે તેમ સમજી તિરંગા યાત્રા સમગ્ર ગુજરાતમાં રાજકોટ શહેરની સારામાં સારી યાત્રા બની રહે તેમજ ૨૦ થી ૨૫ હજાર શહેરીજનો જોડાય તેવા પ્રયત્નો કરવા ઉપસ્થિત સૌ ને અપીલ કરી હતી. બેન્ડની સુરાવલી સાથે રંગોળીઓ, રાસ ગરબા જેવી આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ યાત્રાની ઉજવણી કરીએ.

આ મિટિંગમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ દોશીએ જણાવેલ કે, શહેરમાં આપણી તિરંગા યાત્રાની નોંધ લેવાય અને આન બાન શાન સાથે આ યાત્રા યોજાઈ તે માટે આપણે સૌ સાથે મળી યાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવીએ. આ યાત્રા સરકારી કાર્યક્રમને બદલે રાષ્ટ્ર ભાવનાનો આ કાર્યક્રમ છે. તો સૌ ઉત્સાહથી ભાગ લે તેમ અંતમાં જણાવેલ.

મિટિંગની શરૂઆતમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આંનદ પટેલએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને તેવા શુભ આશય સાથે બહોળી સંખ્યામાં નગરજનો, વિવિધ સંસ્થાના લોકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, કર્મચારીઓ વગેરે આ યાત્રામાં જોડાય તેવી અપીલ કરી હતી.

આ મિટિંગમાં ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, ડી.સી.પી.શ્રી, કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓએ ચર્ચામાં ભાગ લીધેલ.

આ તિરંગા યાત્રા સફળ બનાવવા માટે વ્યવસાયિક એસો., વિવિધ ચેમ્બર્સ, ઇન્ડસ્ટ્રીયલ એસો., વિવિધ સમાજ, બિલ્ડર્સ, આર્કીટેકટ, કન્સલ્ટન્ટન્ટ એસો., એન્જીનિયરીંગ એસો., તાબા હેઠળના કોન્ટ્રાકટરોના કર્મચારીઓ, ધાર્મિક સંગઠનો, રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ, NGO, સખી મંડળો, રમત ગમતની સંસ્થાઓ, NSS, NCC, IMA , કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસો., હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ વેન્ડર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, RMC સંચાલિત હાઈસ્કૂલો, યુનિવર્સીટી,ખાનગી, ટ્રસ્ટ સંચાલિત શાળાઓ, કોલેજો, સ્માર્ટ સોસાયટીઓ, તાબા હેઠળના તેમજ કોન્ટ્રાકટરોના કર્મચારીઓ, બાર એસો., ચાર્ટડ એકાઉન્ટન્ટ એસો. વગેરે સાથે સંકલન માટે ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીશ્રીઓની કમિટીની રચના કરવામાં આવી છે.


Spread the love

Related posts

ARC પ્રોજેકટ માટે દેશના એકમાત્ર રાજકોટની પસંદગી:મનપા અને US એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ દ્વારા આગામી 4-5 ઓગષ્ટે ખાસ વર્કશોપ યોજાશે

Team News Updates

RAJKOT:કીર્તિદાનનાં ડાયરા સહિતનાં આયોજનો, મટકી ફોડ સ્પર્ધા ,મનપા દ્વારા દિવાળીની જેમ રોશનીથી શણગાર કરાશે,રાજકોટમાં જન્માષ્ટમી કાર્નિવલ

Team News Updates

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો:રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું, તપાસ કરી તો ખબર પડી કે શ્વાસનળીમાં સીંગનો દાણો ફસાયેલો હતો; દૂરબીનથી કઢાયો

Team News Updates