News Updates
RAJKOT

રૂ. 15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ,લોધિકાના રાવકી ગામે કાચા-પાકા મકાન અને ઝુંપડાઓ સહિતનાં દબાણો હટાવાયા

Spread the love

તાજેતરમાં ગામતળની અને ગૌચરની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા હાઇકોર્ટ દ્વારા જ હુકમ કરવામાં આવ્યો હતો. મહેસૂલ વિભાગ દ્વારા હાઇકોર્ટના હુકમ અંતર્ગત રાજ્યનાં બધા કલેક્ટરોને આદેશ અપાયા હતા. જે અંતર્ગત રાજકોટ કલેક્ટર દ્વારા કણકોટ, લોધિકા, પાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોની ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મામલતદારને સૂચના આપવામાં આવી હતી. જેને લઈને રાજકોટનાં લોધિકા તાલુકાના રાવકી ગામે કાચા-પાકા મકાન અને ઝુંપડાઓ સહિતનાં દબાણો હટાવાયા હતા અને રૂ.15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.


લોકસભા ચૂંટણીને કારણે છેલ્લા કેટલાક સમયથી ડિમોલિશનની કામગીરી પર બ્રેક મારવામાં આવી હતી. જો કે, ચૂંટણીઓ પૂર્ણ થતાં જ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા મામલતદારોને સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત નોટિસો પણ આપવામાં આવી હતી. ત્યારે આજે લોધિકા તાલુકાના રાવકી ગામના રાવકી માખાવડ રોડ પર ફરગ્યુશન કારખાના સામે સરકારી ખરાબાની સરવે નંબર 645ની અંદાજે 2 એકર જેટલી અંદાજે રૂપિયા 15 કરોડની કિમંતની જમીનમાંથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.


લોધિકાના રાવકી ગામની સરકારી જમીન ઉપર મુકેશ ડાંગર અને હંસાબેન સિંગલ દ્વારા ફેન્સિંગ કરી બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતાં. જે કેસ બાબતે રાજકોટ કલેક્ટર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી અનુસંધાને હાઇકોર્ટે સરકારી જમીન ખાલી કરાવવા માટે આદેશ કરતાં આજે રાજકોટ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ લોધિકા મામલતદારે ડિમોલિશનની કામગીરી કરી હતી. આ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.


​​​​​​​​​​​​​​
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં આવેલી ગૌચરની જમીન પર થયેલા દબાણોનો સરવે કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ સરવે થયા બાદ વધુ ગામોમાં પણ સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામડાઓમાં કલેક્ટર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી સરકારી જમીનો ખુલ્લી કરાવવા સઘન કામગીરી કરવામાં આવનાર છે.


Spread the love

Related posts

531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી

Team News Updates

અન્નત્યાગ: હવે સમાધાન જોઇતું જ નથી,રાજકોટમાં પદ્મિનીબા વાળાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી કહ્યું- હું મારા સમાજ સાથે છું

Team News Updates

બાબાના ચકકરમાં લાખો ગુમાવ્યા:રાજકોટની મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી, ખોટી વિધિ કરવાના બહાને 2.73 લાખ પડાવ્યા

Team News Updates