સુરત પોલીસના ચોપડે 12 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને છત્તીસગઢથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ આરોપી એક કે બે નહીં 11 ટ્રકની ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો અને બિન્દાસ્ત બહાર ફરી પોલીસને પડકાર ફેંકતો હતો જેને આખરે દબોચી લેવાયો છે.

પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર આ અઠંગ વાહનચોરે વર્ષ 2013થી 2015માં 11 ટ્રકની ચોરી કરી હતી. આરોપી મોહમ્મદ એખલાલ ખાન પોલીસથી બચવા છત્તીસગઢ ભાગી ગયો હતો. દેશની સૌથી મોટી કોલસાની ખાણમાં ડ્રાઈવિંગના કામમાં તે લાગી ગયો હતો. સુરત પોલીસે ચોક્કસ બાતમીદારો મારફતે તેની ભાલ મેળવી કોલસાની ખાણ બહારથી મોહમ્મદ એખલાલ ખાનને ઝડપી પાડ્યો છે. આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.