News Updates
RAJKOT

7,000 વિદ્યાર્થીઓને ટૂથ બ્રસ- ટૂથ પેસ્ટ કીટ,400 દર્દીઓને દાંતના ચોકઠાં, 100ને રૂટ કેનાલ,ડેન્ટલ હાઇજિનની માહિતી આપશે,રોટરી ક્લબનો 32 લાખનો સેવા પ્રોજેક્ટ

Spread the love

રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન કે જે આશરે છેલ્લા 25 વર્ષથી રાજકોટમાં સમાજ સેવા માટે અગ્રેસર રહ્યું છે તેમના દ્વારા વધુ એકવાર આશરે 32 લાખના ખર્ચે એક સેવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેમાં આગામી 26 મેના રવિવારથી સેવા પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ દિવસે દાંતના દર્દીઓ માટે કેમ્પ રખાયો છે અને ત્યાર બાદ તબક્કાવાર દર્દીઓની ફ્રી સારવાર કરવામાં આવશે. અહીં દાંતના રોગના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે, શાળામાં ભણતા વિદ્યાર્થીઓએને ડેન્ટલ હાઇજિન અંગે સચોટ માહિતી આપવામાં આવશે.

રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા વધુ એક વાર હાથ ધરાયેલા સેવા પ્રોજેકટમાં 32 લાખના ખર્ચે એક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દાંતના રોગો ધરાવતા દર્દીઓને સંપૂર્ણપણે ફ્રીમાં નિદાન કરી આપવામાં આવશે. જેમાં 400 જેટલા દર્દીઓને વિનામૂલ્યે દાંતના ચોકઠાં બનાવી આપવામાં આવશે. 100 જેટલા દર્દીઓને રૂટ કેનાલ કરી આપવામાં આવશે. આ સાથે જ અન્ય મહત્વની વાત એ છે કે, રાજકોટ શહેર અને આસપાસની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી 7000 શાળાના વિદ્યાર્થીઓને ટૂથ બ્રશ અને ટૂથ પેસ્ટ ધરાવતી કીટનું વિતરણ કરી તેમને ડેન્ટલ હાઈજિન વિશેની માહિતી માટે ટોક યોજવામાં આવશે.

જૂના એરપોર્ટ રોડ પર સ્થિત લલિતાયન હોસ્પિટલ ખાતે રવિવારથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. જે આગામી એક વર્ષ સુધી ચાલશે. જેનો રેગ્યુલર સમય સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધીનો સમય રહેશે. જો કે, પ્રથમ દિવસે 9થી 11 કેમ્પ છે. પ્રથમ કેમ્પમાં દાંતના દર્દીઓ છે. જેઓનું દાંતનું ચેકઅપ, ચોકઠાં અને રૂટ કેનાલ ફ્રીમાં નાખી આપવામાં આવશે. આ ઉપરાંત 7,000 સ્કૂલમાં ટીમ રૂબરૂ જશે અને ટૂથ બ્રશ અને ટૂથ પેસ્ટ ધરાવતી કીટનું વિતરણ કરવાની સાથે ડેન્ટલ હાઇજિન વિષેની માહિતીની ટોક રાખવામા આવશે. તદ ઉપરાંત રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન લલિતાલય હોસ્પિટલમાં બીજી સુવિધાઓ જેમ કે અતિઆધુનિક ઇકવિપમેન્ટ અને ફૂલ ટાઈમ પેથોલોજિસ્ટ ધરાવતી લેબોરેટરી કે જ્યાં લોહી અને પેશાબના દરેક રિપોર્ટ તદન રાહત દરે કરી આપવામાં આવે છે. ડાયાબિટીસ અને થાઇરોઈડ તથા અન્ય હોર્મોનના રોગોના સચોટ નિદાન માટે રાજકોટના નિષ્ણાંત અને સિનિયર ડોક્ટરોની ટીમ સેવા આપી રહી છે.


Spread the love

Related posts

12 વર્ષની સાળી ઉપર જીજાએ નજર બગાડી,સાળાને જાણ થતા બનેવી સામે ફરિયાદ નોંધાવી, બીભત્સ માંગણીઓ કરી;બહેનનું લગ્નજીવન ટકાવવા સગીરાએ…!

Team News Updates

રાજકોટમાં થશે મુંબઇની ટેક્નોલોજીનો ઉપયોગ:કિસાનપરાથી મહિલા કોલેજ, બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ સુધી ‘વ્હાઇટ ટોપિંગ’ થશે; રસ્તા પર પાણી ભરાવા સહિતની સમસ્યા ઉકેલાશે

Team News Updates

RAJKOT:વર્ના કાર ‘કાળ’ બની રાજકોટમાં :બે વર્ષના પુત્ર અને માતાનું મોત, અન્ય એકની હાલત ગંભીર,બે બાળકો સાથે પગપાળા જતી મહિલાને ચાલકે અડફેટે લીધી

Team News Updates