News Updates
RAJKOT

વરસાદમાં પલળ્યો દવાઓનો મોટો જથ્થો:GMSCLના વેર હાઉસની બહાર લાખો રૂપિયાની દવાઓ અને સર્જિકલ વસ્તુઓને નુકસાન,સિવિલ હોસ્પિટલમાં સપ્લાય થતો જથ્થો

Spread the love

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા GMSCLના ગોડાઉનના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખી દેતા પલળી ગયો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. એક તરફ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે દવાનો સ્ટોક ન હોવાની સમસ્યાઓ સામે આવે છે. ત્યારે બીજી તરફ ચોમાસામાં પડેલાં વરસાદને કારણે ગોડાઉનની બહાર રાખેલો દવાનો જથ્થો પલળી જતા ગંભીર બેદરકારી સામે આવી છે. આ દવાની એક્સપાયરી ડેટ 2026 સુધીની હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે, આ બાબતે ત્યાંના કોઈ જ સત્તાવાર અધિકારીનું સામે નિવેદન આવ્યું નથી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર ગુજરાત સરકાર હેઠળનું GMSCL (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન)નું વેરહાઉસ આવેલું છે. જ્યાં ગોડાઉનની બહાર બોક્સમાં રાખેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે. ચોમાસા પેહલાંનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખવામાં આવ્યો હતો. ગોડાઉન મેનેજરને જાણ હોવા છતાં પણ જથ્થો બહાર રાખવામાં આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. અહીં જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યો હતો તો એક્સપાયરી ડેટ તપાસવામાં આવી તો તેમાં મોટાભાગની દવાઓ વર્ષ 2025 અને 2026 સુધીની હતી.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગુજરાત સરકારના GMSCLના વેરહાઉસમાંથી સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોય છે. ગોડાઉન હોવા છતાં દવાનો જથ્થો બહાર રાખવામાં આવી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલી દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું હતું. ગોડાઉનની બહાર વરસાદી સિઝનમાં દવાનો જથ્થો રાખવામાં આવતા દવાઓ પલળી ગઈ છે. આ સાથે જ સર્જીકલ આઈટમને પણ નુકસાન પહોંચ્યું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં કોરોના વખતે વધુ ઉપયોગમાં લેવામાં આવેલી તેવી PPE કીટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકશાની પહોંચી હોવાનું સામે આવ્યું છે.


Spread the love

Related posts

સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે રાજકોટમાં દેશનું:મંદિરથી લઈ દવાખાના સુધી સુવિધા,300 કરોડના ખર્ચે 11 માળની 7 બિલ્ડિંગમાં 1400 રૂમ, 5100 વડીલોની નિઃશુલ્ક સેવા કરાશે

Team News Updates

RAJKOT:ધોધમાર વરસાદ ખાબક્યો  જસદણ પંથકમાં ગાજવીજ સાથે,ખેતરો પાણીમાં ગરકાવ

Team News Updates

રાજકોટીયન્સને મળી આવાસની ભેટ:1548 આવાસનું લોકાર્પણ અને 1010 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું, PM મોદીએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી

Team News Updates