વિશ્વમાં આવો જ એક રસ્તો આવેલો છે, જેને ‘ડેથ રોડ’ કહેવામાં આવે છે, જે સૌથી ખતરનાક રસ્તો છે. આ 70 કિલોમીટર લાંબા રસ્તા પર ભૂસ્ખલન, ધુમ્મસ અને પહાડો તૂટવાના જોખમનો ખતરો રહે છે. અમુક વળાંકો પર જ રસ્તો 10 ફૂટથી વધુ પહોળો છે, જ્યારે મોટાભાગની જગ્યાઓ પર તે ખૂબ જ સાંકડો છે.
દુનિયાભરમાં એવા ઘણા ખતરનાક રસ્તાઓ છે જ્યાં અકસ્માત થવાની સંભાવના રહે છે. ભારતમાં પણ આવા ઘણા રસ્તાઓ છે, જો તમે આ રસ્તાઓ પર ધ્યાનથી નહીં ચાલો તો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. વિશ્વમાં આવો જ એક રસ્તો આવેલો છે, જેને ‘ડેથ રોડ’ કહેવામાં આવે છે, જે સૌથી ખતરનાક રસ્તો છે.
આ રોડ બોલીવિયામાં આવેલો છે, જેને દુનિયાનો સૌથી ખતરનાક રોડ કહેવામાં આવે છે. તેનું નામ નોર્થ યુંગાસ રોડ છે, લોકો તેને ડેથ રોડ પણ કહે છે. એક સમયે અહીં દર વર્ષે 200-300 લોકો અકસ્માતમાં જીવ ગુમાવતા હતા, તેથી આ રોડનું નામ જ મોતનો માર્ગ બની ગયું હતું. આ 70 કિલોમીટર લાંબા રસ્તા પર ભૂસ્ખલન, ધુમ્મસ અને પહાડો તૂટવાના જોખમનો ખતરો રહે છે. અમુક વળાંકો પર જ રસ્તો 10 ફૂટથી વધુ પહોળો છે, જ્યારે મોટાભાગની જગ્યાઓ પર તે ખૂબ જ સાંકડો છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 1995માં ઈન્ટર અમેરિકન ડેવલપમેન્ટ બેંકે આ રોડને દુનિયાનો સૌથી ખતરનાક રોડ જાહેર કર્યો હતો. આ રસ્તો એટલો પહોળો નથી કે તેના પર વિશાળ વાહન આરામથી ચલાવી શકાય. વરસાદના દિવસોમાં તે વધુ લપસણો બની જાય છે. જ્યારે પણ અહીં કોઈ અકસ્માત થાય છે ત્યારે વાહનો 2000 થી 15000 ફૂટની ઊંચાઈએથી સીધા ખાડામાં પડી જાય છે. ખરાબ હવામાનમાં આ રસ્તા પર નીકળવું મૃત્યુને આમંત્રણ આપવાથી ઓછું નથી.
તમને જણાવી દઈએ કે આ રોડ 1930ના દાયકામાં પેરાગ્વે અને બ્રાઝિલ વચ્ચે લડાયેલા ચાકો યુદ્ધ દરમિયાન બંદી બનાવાયેલા પેરાગ્વેના કેદીઓએ બનાવ્યો હતો. તે દરમિયાન કેદીઓએ પહાડ કાપીને આ રસ્તો બનાવ્યો હતો. આ રસ્તો જોખમી છે પણ તે બે શહેરો વચ્ચેનું અંતર પણ સરળ બનાવે છે.
આ રોડ બોલિવિયાની રાજધાની લા પાઝને કોરાઇકો શહેર સાથે જોડે છે. 2006 સુધી, આ રોડ આ બંને શહેરો વચ્ચે મુસાફરીનું એકમાત્ર સાધન હતું, પરંતુ 2009માં સરકારે બીજો રસ્તો બનાવ્યો. આ ઉપરાંત સરકારે આ રોડ પર ઘણી સુરક્ષા વ્યવસ્થા કરી છે, જેના કારણે તે હવે વિશ્વનો સૌથી ખતરનાક રસ્તો નથી રહ્યો. આ રસ્તાની આસપાસ ગાઢ જંગલો, પહાડો અને ખડકો છે.