બિલ ગેટ્સ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એકતાનગર હેલિપેડ ખાતે પહોંચતા તેમનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ બિલ ગેટ્સે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઇન્જીનીયરિંગ વર્ક અદ્ભૂત છે.
માઈક્રોસોફ્ટ કંપનીના સહ સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બન્યા છે. ત્યારે આજે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. બિલ ગેટ્સ એકતાનગર હેલિપેડ ખાતે પહોંચતા ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ બિલ ગેટ્સે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઇન્જીનીયરિંગ વર્ક અદ્ભૂત છે. બિલ ગેટ્સ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ આરોગ્ય વનની પણ મુલાકાત કરશે. ત્યાર બાદ પિંક રીક્ષા ચલાવાતી મહિલાઓ સાથે સંવાદ કરશે.
આ ઉપરાંત બિલ ગેટ્સ નર્મદા ડેમની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, બિલ ગેટ્સ જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમનીમાં પણ હાજરી આપવાના છે.